Women’s health : ગર્ભાશય દૂર કરતા પહેલા અને પછી શરીરનું શું થાય છે? તેની અસરો વિશે અહીં જાણો
યુટ્રસ ને દૂર કરવાની પ્રક્રિયા, જેને હિસ્ટરેક્ટોમી કહેવાય છે, તે વધુ પડતા બ્લીડિંગ, ફાઇબ્રોઇડ્સ, કેન્સર અથવા અન્ય ગંભીર સમસ્યાઓ માટે કરવામાં આવે છે. આની સર્જરી પછી મહિલા ગર્ભધારણ કરી શકતી નથી અને તેના પીરિયડ્સ બંધ થઈ જાય છે.

ગર્ભાશય સ્ત્રી પ્રજનન તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં પીરિયડ્સ,ગર્ભધારણ અને બાળકનો વિકાસ જરૂરી છે. પરંતુ કેટલીક વખત મહિલાઓ કેટલીક હેલ્થ પ્રોબ્લેમ જેમ કે, વધારે બ્લીડિંગ, યુટ્રસમાં ફાઈબ્રોઈડ્સ, એન્ડોમેટ્રિયોસિસ કે પછી કેન્સર જેવી સ્થિતિઓમાં થવાના કારે યુટ્રસને સર્જરી દ્વારા દુર કરવામાં આવે છે.

જેને હિસ્ટેરેક્ટોમી કહેવામાં આવે છે. આ શારીરિક અને માનસિક રુપથી મહિલાના જીવનમાં અનેક બદલાવ લાવે છે. તો ચાલો આ વિશે વિસ્તારથી વાત કરીએ.

કાઢવાના કારણો વિશે વાત કરીએ તો. વધારે કે અસમાન્ય મેસ્ટ્રુલ બ્લીડિંગ, યુટ્રસમાં ફાઈબ્રોઈડ કે ટ્યુમર થવી, એન્ડોમેટ્રિયોસિસ કે પછી એડિનોમાયોસિસ, યુટ્રસ, સર્વિક્સ એન્ડોમેટ્રિયલ કેન્સર, પેલ્વિક ઈન્ફેક્શન કારણ હોય શકે છે.

જયારે યુટ્રસ નીકળી જાય છે તો મહિલાને કંસીવ કરવાની ક્ષમતા પૂર્ણ થઈ જાય છે. જો ઓવરીજને કાઢી નાંખવામાં આવે તો શરીરમાં હોર્મોનનું ઉત્પાદન રોકાઈ જાય છે અને મહિલામાં તરત જ મોનોપોઝના લક્ષણો દેખાવવા લાગે છે. ત્યાપબાદ પીરિયડ્સ બંધ થઈ જાય છે.

હિસ્ટરેકટમી પછી મહિલાઓને પીરિયડ્સ આવા નથી, તેથી તેઓ શરૂઆતના દિવસોમાં મેનોપોઝ સંબંધિત લક્ષણો અનુભવી શકે છે. જેમાં રાત્રે પરસેવો, યોનિમાર્ગમાં શુષ્કતા અને ચિંતાનો સમાવેશ થાય છે. ક્યારેક, હિસ્ટરેકટમી પછી મહિલાઓને રાત્રે ઊંઘ ન આવવાનો અનુભવ થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો
