IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અર્જુન તેંડુલકર, કોનો IPL પગાર વધારે છે?
વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર વચ્ચે હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ટકકર જોવા મળી હતી. હવે આઈપીએલ 2026 દરમિયાન આ ખેલાડીઓ ફરી એક વખત આમને સામને થઈ શકે છે. આ બંન્ને ખેલાડીઓની આઈપીએલમાં સેલેરી કેટલી છે તેના વિશે જાણીએ.

વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર ભારતના 2 યુવા ખેલાડીઓ હંમેશા ચર્ચાઓમાં રહ્યા છે. હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એક ગ્રુપ મેચમાં આમને સામને જોવા મળ્યા હતા. બંન્ને ખેલાડીઓએ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ. આ મેચમાં અર્જુન તેંડુલકરે ગોવાની ટીમમાંથી મેચ રમી હતી.

વૈભવ સૂર્યવંશીની ટીમે ભલે હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ તે પોતાની છાપ છોડવામાં સફર રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં 25 બોલ પર 46 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 4 ચોગ્ગા અને 4 સિક્સનો સમાવેશ થાય છે.

અર્જુન તેંડુલકરે 4 ઓવરમાં 32 રન આપી 2 વિકેટ લીધી હતી. અર્જુન તેંડુલકર 5 રન જ બનાવી શક્યો હતો.

વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર હવે આઈપીએલમાં આમને સામે જોવા મળશે. વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં રાજસ્થાન રોય્લસની ટીમનો ભાગ રહ્યો છે. અર્જુન તેંડુલકર આ વખતે લખનઉ સુપર જાયન્ટ માટે રમતો જોવા મળશે. લખનૌએ તેને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ કર્યો છે બંન્ને ખેલાડીઓની આઈપીએલની સેલેરીમાં ખુબ અંતર છે.

વૈભવ સૂર્યવંશીને આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સે ઓક્શનમાં ખરીદ્યો હતો. 30 લાખ રુપિયાની બેસ પ્રાઈઝ સાથે ઓક્શનમાં ઉતરેલ વૈભવ સૂર્યવંશી માટે રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રુપિયા ખર્ચ્યા હતા. આઈપીએલ 2026 માટે રિટેન પણ કર્યો હતો. એટલે કે, આ વખતે આઈપીએલમાં સેલેરી તરીકે 1.10 કરોડ રુપિયા મળી શકે છે.

ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સેલેરી તરીકે 30 લાખ રુપિયા મળ્યા હતા.લખનૌ સુપર જાયન્ટસે તેને આ પગાર પર ટ્રેડ કર્યો છે. એટેલે કે, લખનૌ સુપર જાયન્ટસ તેને આઈપીએલ 2026 માટે 30 લાખ રુપિયાનો પગાર આપશે.
નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
