આજનું હવામાન : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, બોટાદ, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ કચ્છ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત !
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી શકે છે. તેમજ રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?

