દિલ્હી ઍરપોર્ટથી 50 લાખની જાપાની કારમાં સવાર થઈને નીકળ્યા મોદી-પુતિન? MH નંબર વાળી ગાડી બની ગઈ રહસ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને દિલ્હી ઍરપોર્ટથી નીકળ્યા. આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જાણો તેની પાછળનો સંદેશ શું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે છે. તેઓ આજે સાંજે દિલ્હી આવી પહોંચ્યા છે. દિલ્હીના પાલમ ઍરપોર્ટ પર પહોંચી ખુદ PM મોદીએ તેમના ખાસ મિત્ર પુતિનનું ઉમળકાભેર સ્વાગત કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દિલ્હીના પાલમ ટેક્નિકલ ઍરપોર્ટથી રવાના થતા સમયે એક જ કારમાં બેઠા. પરંતુ આ વખતે પીએમ મોદી જે કારમાં હતા તે કાર અલગ હતી.
સામાન્ય રીતે PM મોદી BMW અને રેન્જરોવર કારમાં જ સફર કરે છે. પરંતુ ઍરપોર્ટ થી તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને નીકળ્યા. ટોયોટા ફોર્ચ્યુનર એક જાપાની કાર છે. તેની કિંમત 35 લાખ રૂપિયા થી 50 લાખ રૂપિયાની વચ્ચે છે. પીએમ મોદીએ MH નંબરની આ ગાડીને કેમ પસંદ કરી? તેને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયુ છે અને અનેક અટકળો લગાવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે PM મોદીએ જાપાની કારથી દુનિયાને મોટો સંદેશ આપ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેની બે દિવસની ભારતની મુલાકાતે છે અને આ મુલાકાત ઘણી નિર્ણાયક બનવા જઈ રહી છે. તેઓ હાલ કડક સુરક્ષા ઘેરા વચ્ચે દિલ્હી પહોંચી ચુક્યા છે. કડક સુરક્ષા વચ્ચે જ્યારે પુતિન પ્લેનમાંથી નીચે આવ્યા તો તેમને જોતા જ PM મોદીએ પહેલા હાથ મિલાવ્યો અને ત્યારબાદ ઉમળકાથી ગળે મળી સ્વાગત કર્યુ.
प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट किया, “अपने दोस्त, राष्ट्रपति पुतिन का भारत में स्वागत करते हुए बहुत खुशी हो रही है। आज शाम और कल हमारी बातचीत का इंतज़ार रहेगा। भारत-रूस की दोस्ती समय की कसौटी पर खरी उतरी है, जिससे हमारे लोगों को बहुत फ़ायदा हुआ है।” pic.twitter.com/or4CsNQ2rt
— ANI_HindiNews (@AHindinews) December 4, 2025
જાપાની કારથી પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ઓગસ્ટમાં બંને દેશોએ તેની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવી હતી. ભારત અને જાપાન વચ્ચે અનેક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, જાપાન ભારતમાં 10 અબજ યેન (આશરે રૂ. 5,99,354 કરોડ) થી વધુનું રોકાણ કરશે. આ રોકાણ ઉદ્યોગ, સ્વચ્છ ઉર્જા અને માનવ સંસાધન વિનિમય સહિત અનેક ક્ષેત્રોમાં ફેલાયેલું હશે. ભારત હવે વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાપાનનું વધતું રોકાણ ભારતની ક્ષમતામાં વિશ્વાસનો સંકેત આપે છે. તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સંદેશ આપે છે કે ‘દુનિયાને પર ધોંસ જમાવવાની ભૂલ ન કરે.’
