AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ ખેલાડીના છે સૌથી મોટા ફેન, સતત જીતી હતી 203 ફાઈટ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક એવા ખેલાડીને આદર્શ માને છે જેમણે સતત 203 ફાઇટ જીતી અને આઠ વર્ષ સુધી કોઈ તેમને હરાવી ના શક્યું. ચાલો તમને જણાવીએ કે તે ખેલાડી કોણ છે. અને તેમની કઈ વિશેષતા પુતિનને ખૂબ પ્રભાવિત કરે છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ ખેલાડીના છે સૌથી મોટા ફેન, સતત જીતી હતી 203 ફાઈટ
Vladimir Putin & Yasuhiro YamashitaImage Credit source: GETTY IMAGES
| Updated on: Dec 04, 2025 | 10:38 PM
Share

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. વ્લાદિમીર પુતિન વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક છે. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય કારકિર્દી ઉપરાંત, પુતિન એક રમતવીર પણ રહ્યા છે. તેઓ જુડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે, અને એક દિગ્ગજ જુડો ખેલાડીને પોતાનો આદર્શ માને છે. આ ખેલાડીનું નામ યાસુહિરો યામાશિતા છે. પુતિન યાસુહિરોના ખૂબ મોટા ચાહક છે. પુતિન યાસુહિરોની સિદ્ધિઓ અને શિસ્તને સલામ કરે છે. 2016 માં, પુતિન ટોક્યોમાં યાસુહિરોને મળ્યા હતા.

યામાશિતા જુડોના મહાન ખેલાડી

યાસુહિરો યામાશિતા જુડો ઇતિહાસના મહાન ખેલાડી છે. 1977 થી 1985 ની વચ્ચે તેમણે સતત 203 મેચ જીતી હતી જે એક રેકોર્ડ છે.યાસુહિરો યામાશિતાની સૌથી ફેમસ ફાઈટ 1984 માં થઈ હતી. યામાશિતાને ઓલ જાપાન ચેમ્પિયનશિપ દરમિયાન ઈજા થઈ હતી, પરંતુ જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેમણે ફાઇટ જીતી લીધી હતી. યાસુહિરો યામાશિતા સૌથી ઓછા સમયમાં મેચ જીતનો રેકોર્ડ પણ ધરાવે છે. તેમણે માત્ર 8 સેકન્ડમાં ફાઇટ પૂરી કરી હતી.

જેન્ટલ જાયન્ટ તરીકે ફેમસ

યાસુહિરો યામાશિતાને જેન્ટલ જાયન્ટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તેઓ મેટ પર આક્રમક હતા, પરંતુ તેમનો સ્વભાવ તેનાથી બિલકુલ અલગ હતો. તેઓ મેટ બહાર તેના પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા . સુહિરો યામાશિતાને જાપાની ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાપાનમાં આ ખૂબ જ ઉચ્ચ પદ છે.

યાસુહિરો પુતિનના રોલ મોડેલ

પુતિન યાસુહિરો યામાશિતાના ખૂબ વખાણ કરે છે. અનેક ઇન્ટરવ્યુમાં તેમણે યાસુહિરોને એક રોલ મોડેલ તરીકે વર્ણવ્યા છે. પુતિનના મતે યાસુહિરોએ તેમને શિસ્ત અને સંતુલન શીખવ્યું. રમતગમતના રાજકારણમાં પણ યાસુહિરો યામાશિતાને ખૂબ માન મળે છે.

આ પણ વાંચો: મિશેલ સ્ટાર્કે ફરી પિંક બોલથી તબાહી મચાવી, દિગ્ગજ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર 1

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">