05 ડિસેમ્બરના મહત્વના સમાચાર : આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ, 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર થશે હસ્તાક્ષર
આજે 05 ડિસેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે; સવારે 10:30 કલાકે GMDC ગ્રાઉન્ડ ખાતે સ્વદેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરશે, બપોરે 12:30 કલાકે મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ 2025ના સમાપન સમારોહમાં હાજરી આપશે, ત્યારબાદ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે તળાવોના ઈન્ટરલિંકિંગ પ્રોજેક્ટ મુદ્દે બેઠક કરશે અને પછી ગાંધીનગરમાં રેલવે ઓવરબ્રિજ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.
-
આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં છે. આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર થશે. મુલાકાત દરમિયાન ઉર્જા, સંરક્ષણ, વેપાર, સહયોગને લઈ ચર્ચા થશે. Su-57 ફાઈટર જેટ બંને દેશો માટે મુખ્ય ચર્ચાનો વિષય રહેશે. પુતિનની ભારત મુલાકાત દરમિયાન મોટા નિર્ણય લેવાવાની અપેક્ષા છે. પુતિન આજે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરશે.
-
આજે 05 ડિસેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 05,2025 7:36 AM