ટીવીની સીરીયલ ‘ક્યૂંકી સાસ’માં તુલસીની સાડી કોણ કરે છે ડિઝાઈન, સોનમ કપૂર અને શિલ્પા શેટ્ટી પણ તેની ડિઝાઈનર સાડી પહેરી ચુકી છે
KSBKBT 2: ટીવીની તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની નાના પડદા પર ફરીથી છવાઈ ગઈ છે. તેણે સીરીયલ "ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2" ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પણ તેની સાડી મહિલાઓમાં લોકપ્રિય થવા લાગી છે.

KSBKBT 2: તુલસીના પડદા પર પાછા ફરવાની સાથે તેની પરંપરાગત સાડીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને હવે સ્મૃતિ ઈરાનીએ પોતે ડિઝાઇનર ગૌરાંગ શાહનો પરંપરાગત કલાને પ્રેમ અને આદર સાથે જીવંત રાખવા બદલ આભાર માન્યો છે.

સ્મૃતિ ઈરાનીએ ગૌરાંગ શાહનું પોસ્ટર ફરીથી પોસ્ટ કર્યું અને આવી સુંદર અને કલાત્મક રીતે બનાવેલી સાડીઓ માટે તેમનો આભાર માન્યો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "ગૌરાંગ શાહ, તમારી કલા આપણા વારસાને ખૂબ જ આદર સાથે જીવંત કરે છે. તમારા સમર્થન બદલ ખૂબ ખૂબ આભાર." પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગૌરાંગ શાહની પરંપરાગત સાડીઓનો ઉપયોગ "ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" માં થઈ રહ્યો છે.

આ અગાઉ ગૌરાંગે પણ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ફરી એકવાર નાના પડદા પર પોતાની પ્રતિભા દર્શાવવા માટે રોમાંચિત છે.

ગૌરાંગ શાહ કોઈ નાનું નામ નથી; તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ડિઝાઇનર છે. ગૌરાંગ પરંપરાગત ભારતીય કાપડની કલાને સાચવવા અને પુનર્જીવિત કરવા માટે પ્રખ્યાત છે. તેમનું જામદાની વણાટ સૌથી પ્રખ્યાત છે, જેના દ્વારા તેમણે વિવિધ ડિઝાઇન સાથે ઉત્કૃષ્ટ સાડીઓ બનાવી છે.

સોનમ કપૂર, રાધિકા આપ્ટે, તાપસી પન્નુ અને શિલ્પા શેટ્ટી સહિત ઘણી પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રીઓએ ગૌરાંગ શાહ દ્વારા ડિઝાઇન કરાયેલી સાડીઓ પહેરી છે.

ડિઝાઇનરે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ નજીકના ગામડાઓમાં કલા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. આ ગામડાઓ તેમના પ્રાચીન વણાટ વારસાને સાચવવા માટે પ્રખ્યાત છે. અહીં કાપડ બનાવવા માટે હજુ પણ હાથસાળ તકનીકોનો ઉપયોગ થાય છે.
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે. 90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી. ટીવી સિરિયલો વિશે વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
