રાજા બિંબીસારથી લઈને શેરશાહ સુરી સુધી સત્તાનું કેન્દ્ર રહેલુ ‘પાટલીપુત્ર’ કેવી રીતે બન્યુ ‘પટના’- વાંચો
આજથી લગભગ 2800 વર્ષ પહેલા પાટલીપુત્ર થી જાણીતુ આજનુ પટના તેની સંસ્કૃતિ, તેના ભવ્ય વારસા તેમજ અનેક ઉતારચડાવનું સાક્ષી બન્યુ. શરૂઆતમાં તેનું નામ પાટલીગ્રામ, પાટલીપુત્ર, કુસુમપુર, અજીમાબાદ રહ્યુ. જે બાદ હરિવંશના શાસક બિંબીસારના પુત્ર અજાતશત્રુએ પાટલીપુત્રને રાજધાની બનાવ્યુ. 16મી સદીની શરૂઆતમાં શેરશાહ સુરી સત્તામાં આવ્યા બાદ આ શહેરે તેનો ભવ્ય વારસો ગુમાવી દીધો

કોઈપણ દેશ, પ્રદેશ, સંસ્કૃતિ અને કલાનો એક ‘સૂવર્ણ યુગ’ હોય છે. ભારત વર્ષના ઈતિહાસમાં ગુપ્ત યુગને સ્વર્ણ યુગ માનવામાં આવે છે. જે ત્રીજી થી છઠ્ઠી શતાબ્દી ઈસ. પૂર્વેની વચ્ચેનો સમયગાળો રહ્યો. ત્યારે બિહારની ઉત્પતિ નહોંતી થઈ. એ સમયે ‘મગધ’ અને ‘પાટલીપુત્ર’ ના નામથી ઓળખવામાં આવતુ હતુ. ત્યારે મગધ સામ્રાજ્યની રાજધાની આજના નાલંદા જિલ્લાની રાજગૃહ હતી. બાદમાં હરિ વંશના શાસક અજાત શત્રુ (492-460 ઈસા પૂર્વ) એ તેની રાજધાની રાજગૃહથી બદલીને પાટલીપુત્રને બનાવી હતી. 16મી શતાબ્દીમાં અંગ્રેજોની એન્ટ્રી થઈ તો ‘પાટલીપુત્ર’ ના પતન થતા આજનું આધુનિક ‘પટના’ નામ પડ્યુ. 12મી સદીમાં બખ્તિયાર ખિલજીએ બિહાર પર પોતાનું આધિપત્ય જમાવ્યુ. અનેક આધ્યાત્મિક પ્રતિષ્ઠાનોનો નાશ કરી નાખ્યો. તે બાદ પટના દેશની સાંસ્કૃતિક અને રાજનૈતિક કેન્દ્ર ન રહ્યુ. આ વાત ઈસ. 600 વર્ષ પહેલાની છે, એ સમયે ભારતમાં 16 મહાજનપદ હતા અને...
