Rose Plant At Home: ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં?

શું તમારા ઘરમાં કે ગાર્ડનમાં ગુલાબનો છોડ વાવ્યો છે? ગુલાબનો છોડ લગાવતા પહેલા લોકો વિચાર કરતા નથી. પણ શું વાસ્તુ મુજબ ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો અહીં સમજીએ

ઘરમાં મોટાભાગની રાખેલી વસ્તુઓ વાસ્તુ સાથે જોડવામાં આવે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગુલાબનો છોડ વાવવો જોઈએ કે નહીં? તમને જણાવી દઈએ કે ગુલાબનું ફુલ દેવી લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે પણ જો ગુલાબનો છોડ ઘરમાં લગાવવો ઘણા લોકો અશુભ માને છે.

કારણ કે ગુલાબ કાંટાવાળો છોડ છે, અને વાસ્તુ મુજબ ઘરમાં કે ઘરમાં કાટાવાળા છોડ ના લગાવવા જોઈએ, તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પણ ગુલાબના છોડને વાસ્તુનો આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રીય ફુલ છે આથી તેને છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે ચોક્કસ દીશામાં જ ગુલાબનો છોડ લગાવવો ફાયદાકારક છે.

જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર કે પૂર્વ દિશામાં ગુલાબ લગાવવાની ભલામણ કરે છે. આ દિશામાં ગુલાબ વાવવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરી રહેલા લોકોએ તેમના બેડરૂમમાં કાચના પાત્રમાં ગુલાબનો છોડ રાખવો જોઈએ. તેનું પાણી દરરોજ બદલો. આ તમારા પ્રેમ જીવનને પુનઃસ્થાપિત કરશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને વ્યવસાયમાં નફો થશે.

વાસ્તુ અનુસાર, તમારા ઘરમાં ગુલાબ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.
પાણીની જેમ વહીં જાય છે પૈસા? તો આ વાસ્તુ ઉપાય ઘરમાં લાવશે બરકત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
