ભાવનગરમાં હોસ્પિટલમાં આગની ઘટનામાં બાદ એક્શનમાં ફાયર વિભાગ,10 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ, 5 હોસ્પિટલોને નોટિસ
ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. ભાવનગર કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા શહેરની હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ફાયર વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ હાથ ધર્યું છે.
ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. ભાવનગર કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા શહેરની હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ફાયર વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાંથી 5 ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે. તેમજ 8થી10 દિવસમાં ફાયરની સુવિધા પુરી કરી લેખિતમાં જવાબ આપવાની સૂચના આપી છે.
5 હોસ્પિટલોને આપી નોટિસ
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ કાળુભા રોડ પર કોમ્પ્લેક્સમાં લાગેલી હતી. જેમાં દર્દીઓને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ. આ ઘટના બનતાની સાથે જ તંત્રને એકા-એક ભાન આવ્યુ અને ભાવનગરની હોસ્પિટલમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ફાયર વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાંથી 5 ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે. જો ફાયરની સુવિધા નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
