Breaking News : અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
સુભાષબ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતા, તેની તાત્કાલિક મરામતની જરૂરીયાત ઊભી થઈ છે. આથી AMCએ લોકોની સુરક્ષા માટે બ્રિજનુ તાકિદે સમારકામ હાથ ધરવા માટે વાહનવ્યવહાર બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સમાનો કરવો પડશે.
શહેરના હૃદય સમાન અને સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજને આજથી તાત્કાલિક અસરથી પાંચ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવા પાછળના કારણ માટે એવુ જણાવાઈ રહ્યું છે કે, આ બ્રિજ વર્ષો જૂનો છે. જેથી તેનુ સમારકામ હાથ ધરવાનું છે.
મળતી માહિતી મુજબ, 52 વર્ષ જૂના આ બ્રિજના મધ્ય ભાગમાં ક્ષતિ (તિરાડ) સામે આવતા AMCએ સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. સત્તાવાળાઓએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને ટ્રાફિક પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. બ્રિજની તપાસ પૂર્ણ થયા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુતિનના પેનથી લઈ કપડાં કેમના સુરક્ષિત રાખવામાં આવતા હશે!, વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 04, 2025 08:03 PM
Latest Videos
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
