Surat: હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, પત્નીએ પતિનું કાસળ કાઢી ઓડિશા ટ્રેન અકસ્માતમાં મોત થયું હોવાનું બનાવ્યું જૂઠાણું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પત્નીએ બે દીકરીઓની મદદથી પોતાના જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બની છે. પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો અને બાદમાં ઓરિસ્સા રેલવે અકસ્માતમાં પતિનું મોત થયું હોવાનું ષડયંત્ર રચ્યું.

Surat: હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, પત્નીએ પતિનું કાસળ કાઢી ઓડિશા ટ્રેન અકસ્માતમાં મોત થયું હોવાનું બનાવ્યું જૂઠાણું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 10:45 PM

Surat: સાત જનમ સાથે જીવવાના કસમ લેનાર પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાની આ ઘટના સુરતમાં બની છે. જેમાં બે દીકરીઓની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ઉંડો ખાડો ખોદી પતિને દાંટી દીધો હતો.

મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઉંડો ખાડો ખોદી દાટી દીધો

સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને હત્યાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય નરેશ તુષ્ટિ નાયકને તેની પત્નીએ પોતાની બે દીકરીઓની મદદ લઈને જ મોતને ઘાટ ઉતારી દીધો અને પ્લાસ્ટિકના કોથળામાં ભરી દોરડીથી મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઉંડો ખાડો ખોદી દાટી દીધો. બાદમાં વતન ઓરિસ્સામાં રહેતા સાસરિયાઓને અને બાજુમાં રહેતા પાડોશિયોને ગુમરાહ કરી બન્ને દીકરીઓને લઈને હત્યારી પત્ની ભાગી ગઈ.

ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત થયું હોવાનું જૂઠાણુ

હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પત્નીએ શેતાની દિમાગ વાપર્યું હતું. તેઓએ પાડોશીને જણાવ્યું હતું કે અમને વતનમાં જવાની ટિકિટ કરાવી આપો મારા સસરાનું મોત થઈ ગયું છે. પતિ નરેશ વહેલી સવારે ઓરિસ્સા જવા નીકળી ગયા છે. અમારે પણ જવું પડશે અને બાદમાં ઓરિસ્સા જઈને સાસરિયાઓને હત્યારી પત્નીએ જણાવ્યું કે તાજેતરમાં થયેલ ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત નિપજ્યું છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ પણ વાંચો : સ્પામાંથી ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલાયા બાદ, બન્ને યુવતીઓ થઈ ફરાર

પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ નરેશનો હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે આજુબાજુના રહીશોના નિવેદનો લેતા હત્યારી પત્ની અને તેઓની બે દીકરીઓનું નામ ખુલ્લુ હતુ. જેથી પોલીસ તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">