Dharmendra Will: 2 પત્ની, 6 બાળકો, 13 પૌત્ર દોહિત્ર….. ધર્મેન્દ્રની વસીયતમાં કોને-કોને મળશે હિસ્સો? શું કહે છે કાયદો
બોલિવુડના હી-મેન દિગ્ગજ દિવંગ અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુને લગભગ બે સપ્તાહ થવા આવ્યા છે. તેઓ તેમની પાછળ લગભગ 450 કરોડની સંપત્તિ છોડી ગયા છે. તેમની વસિયતને લઈને સમયાંતરે અનેક તર્કવિતર્ક મીડિયામાં આવતા રહે છે. ધર્મેન્દ્ર એ બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની પ્રકાશ કૌરથી તેમના ચાર બાળકો છે. જે સની, બોબી, અજિતા અને વિજેતા છે. બીજી પત્ની હેમા માલિની થી તેમને બે દીકરી છે જે ઈશા અને અહાના દેઓલ છે. આ બધાના મળીને ધર્મેન્દ્રને 13 પૌત્ર અને દૌહિત્ર પણ છે.

ધર્મેન્દ્રની વસિયતમાં કોનુ-કોનુ નામ છે, તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી, તેમના નિધન બાદ એવી કોઈ વાત સામે નથી આવી જેમાં કહેવાયુ હોય ક હિ-મેનની સંપત્તિ હેમા માલિની અને તેમની દીકરીઓને કોઈ હિસ્સો નહીં મળે. કારણ કે ધર્મેન્દ્રએ પ્રકાશ કૌરને તલાક દીધા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. તો ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં પણ બંને પરિવારો વચ્ચે અંતર જોવા મળ્યુ હતુ.
શું છે વસીયતના નિયમ?
કાયદાના જાણકારોના અનુસાર વસીયતમાં જે શખ્સનું નામ લખેલુ હોય, તેમને પ્રોપર્ટીમાં હિસ્સો આપવો જ પડશે. જો કે વસીયતમાં એ સ્પષ્ટ રૂપે લખાયેલુ હોવુ જોઈએ કે કઈ પ્રોપર્ટીનો કેટલો હિસ્સો આપવામાં આવશે. જો એવુ નથ થતુ તો વિવાદ થઈ શકે છે. ધર્મેન્દ્રના મામલામાં સની દેઓલ ઈશા અને અહાનાને પણ હિસ્સો આપવાની વાત કહેવામાં આવી છે પરંતુ તેમને કઈ પ્રોપર્ટીમાંથી કેટલો હિસ્સો આપવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી. જો ઈશા અને અહાના સની દેઓલ તરફથી આપવામાં આવેલી પ્રોપર્ટીનો હિસ્સો પસંદ ન આવે તો મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે.
શું ધર્મેન્દ્રનું વસિયતનામું રજિસ્ટર્ડ છે?
ધર્મેન્દ્રએ બનાવેલ વસિયતનામું નોંધાયેલું છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે કોઈ વ્યક્તિ સાદા કાગળ પર પોતાનું વસિયતનામું લખી શકે છે, તે કાયદા હેઠળ પણ માન્ય છે, પરંતુ અન્ય વારસદારો દ્વારા તેને કોર્ટમાં પડકારી શકાય છે. જો કે, જો વસિયતનામું વકીલની મદદથી તૈયાર કરવામાં આવે અને તેના પર બે સાક્ષીઓ દ્વારા સહી કરવામાં આવે, તો કેસ થોડો મજબૂત બને છે. જોકે, આ કિસ્સામાં પણ વસિયતનામાને કોર્ટમાં પડકારી શકાય છે. વસિયતનામાને સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં નોંધાવવું આવશ્યક છે. આ વસિયતનામાને સૌથી મજબૂત માનવામાં આવે છે. જોકે, તેને કોર્ટમાં પડકારી પણ શકાય છે.
આનો અર્થ એ થયો કે જો હેમા માલિની અને તેમની બે પુત્રીઓ ધર્મેન્દ્રની મિલકત અંગે કોઈ કરાર પર પહોંચી શકતા નથી, તો મામલો કોર્ટમાં પણ પહોંચી શકે છે. આ મામલો ફક્ત રહેણાંક મિલકત જ નહીં પરંતુ વ્યવસાયિક મિલકતનો પણ સમાવેશ કરે છે. ધર્મેન્દ્ર “ગરમ ધરમ” અને “હી-મેન” નામની રેસ્ટોરન્ટ ચેઇનના માલિક છે. જો મિલકતના વિભાજન અંગે પરિવારમાં વિવાદ હોય, તો આ એક ગંભીર મામલો બની શકે છે.
