અમિત શાહના હસ્તે ‘ચુનૌતિયા મુઝે પસંદ હૈ’નું વિમોચન: આનંદીબેન પટેલના સંઘર્ષની ગાથા હવે ગુજરાતીમાં, જુઓ Video
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક ‘ચુનૌતિયા મુઝે પસંદ હૈ’ ની ગુજરાતી આવૃત્તિનું આજે વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પુસ્તક આનંદીબેન પટેલના રાજકારણ, સમાજસેવા અને જીવનસંગ્રામ પર આધારિત છે. પુસ્તકમાં તેમના નિર્ણયો, સંઘર્ષો અને કાર્યકૌશલ્યને વર્ણવવામાં આવ્યું છે.
આ જીવન ચરિત્રની મૂળ હિન્દી આવૃત્તિનું વિમોચન અગાઉ લખનૌમાં કરવામાં આવ્યું હતું. હવે તેની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થતાં ગુજરાતના વાચકો માટે આનંદીબેન પટેલના જીવન અને વ્યક્તિત્વને વધુ નજીકથી સમજવાની તક મળી છે.