Breaking News : 17 દિવસ પછી મંધાના અને પલાશે પોતાનું મૌન તોડ્યું અને સ્પષ્ટતા કરી કે તેમના લગ્ન તૂટી ગયા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લગ્ન વિશે ખુલાસો કર્યો હતો.સ્મૃતિ મંધાનાના ખુલાસા પર પલાશ મુછલે પ્રતિક્રિયા આપી, કહ્યું મે મારી લાઈફમાં આગળ વધવાનો નિર્ણય લીધો

ભારતીય મહિલા ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુછલના લગ્ન અંતે તુટ્યા છે. સ્મૃતિ મંધાના અને પલાશ મુછલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લગ્ન રદ્દ કરવાની સાથે જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, મંધાના અને પલાશના લગ્ન 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પીઠી, મહેંદીની રસમ પણ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ 23 નવેમ્બરના રોજ એક એવા સમાચાર સામે આવ્યા કે, લગ્નને બંધ રાખવામાં આવ્યા છે. જેનું કારણ સ્મૃતિ મંધાનાની પિતાની તબિયત ખરાબ હોવાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ પલાશ અને સ્મૃતિ મંધાનાએ 17 દિવસ પછી મૌન તોડ્યું છે અને સ્પષ્ટ કરી છે કે, અમારા લગ્ન રદ્દ થયા છે.
17 દિવસ પછી મૌન તોડ્યું
સ્મૃતિએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ એક વ્યક્તિગત મામલો છે અને તે તેના પરિવાર સાથે તેને ઉકેલવા માટે સમય માંગે છે. આ સાથે, તેણે પલાશ મુછલ સાથેના તેના લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે. તમારા સમર્થન બદલ આભાર. આગળ વધવાનો સમય આવી ગયો છે.”
પલાશે ખુલાસો કર્યો
પલાશે લખ્યું, “મેં મારા જીવનમાં આગળ વધવાનું અને મારા અંગત સંબંધોથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું છે કે લોકો મારા માટે સૌથી પવિત્ર વસ્તુ વિશે પાયાવિહોણી અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે, અને હું મારા વિશ્વાસમાં અડગ રહીને તેનો સામનો કરીશ. મને ખરેખર આશા છે કે, આપણે, એક સમાજ તરીકે, એવી વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધતા પહેલા વિચારવું પડશે.જેના સોર્સ ક્યારે પણ ઓળખાતા નથી.
આ શબ્દો એવા ઘા કરી શકે છે જે આપણે ક્યારેય સમજી શકીશું નહીં.

કેટલાક લોકોને આ ગંભીર પરિણામ ભોગવવું પડી રહ્યું છે. મારી ટીમ ખોટી અને અપમાનજનક સામગ્રી ફેલવનારા વિરુદ્ધ મોટી કાનુની કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહેલા તમામ લોકોનો ધન્યવાદ

