સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરી છે.ત્યારે વડોદરાના ડભોઈ તાલુકામાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. સરકાર દ્વારા રોજિંદા માત્ર 10થી 15 ટ્રેક્ટર જ માલની ખરીદી થાય છે. જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં જ પાકના ઢગલા પડ્યા રહે છે. સરકારના ટેકાના ભાવ રૂપિયા 7 હજાર 200 સામે વેપારીઓ રૂપિયા 4 હજારથી 5 હજાર જ ભાવ આપી રહ્યા છે. તો બજારમાં વેપારીઓ પાસે ખેડૂતોને ઓછો ભાવ મળી રહ્યો છે અને મંડળીઓ પણ ડાંગરનો પાક લેવા તૈયાર નથી તો હવે સરકાર ખરીદીની માત્રા વધારી વધુમાં વધુ ખેડૂતોની ડાંગર ખરીદે તેવી ખેડૂતોની માગ છે.