Kheda : નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી, 5 લોકો હતા સવાર, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માત થવાની ઘટના બનતી હોય છે. ત્યારે ખેડા નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાતમાં અવારનવાર અકસ્માત થવાની ઘટના બનતી હોય છે. ત્યારે ખેડા નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્તથતી વિગતો અનુસાર નડિયાદ નજીક ટ્રકની પાછળ કાર અથડાતા ભડકે બળી હતી. જેમાં 5 વ્યક્તિ સવાર હતા પરંતુ સદનસીબે તેમનો ચમત્કારીક બચાવ થયો છે.
જો કે આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે પેટ્રોલિંગની ટીમ અને ફાયર બિગ્રેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના બનતાની સાથે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના પગલે વડોદરાથી અમદાવાદ તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળતા ધૂમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. જેમાં 5 વ્યક્તિ સવાર હતા તેમનો બચાવ થયો છે. જો કે કાર બળી જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.
