AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજસ્થાનના ઉદ્યોગપતિ અજય મુરડિયા કોણ છે, જેમની FIRને કારણે ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ થઈ?

Vikram Bhatt Arrest Update : ઉદયપુરના ઉદ્યોગપતિ ડો.અજય મુર્ડિયા સાથે 30 કરોડની છેતપિંડી કરવાના આરોપમાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ વિક્રમ ભટ્ટ દંપત્તિએ બાયોપિક અને અન્ય ફિલ્મોના નામે વિક્રેતાઓને કરોડો રુપિયાનો ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. જે પાછળથી છેતરપિંડી સાબિત થઈ હતી. ભટ્ટ દંપતીએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

Breaking News : રાજસ્થાનના ઉદ્યોગપતિ અજય મુરડિયા કોણ છે, જેમની FIRને કારણે ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ થઈ?
| Updated on: Dec 08, 2025 | 11:19 AM
Share

બોલિવુડ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટને મુંબઈ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમે રવિવારના રોજ ધરપકડ કરી છે. બંન્નેની મુંબઈના યારી રોડ સ્થિત ગંગા ભવન એપાર્ટમેન્ટથી પકડાયા હતા. જે તેની સાળીના ઘરે હતા. હવે ઉદયપુર પોલિસે તેને ટ્રાંજિટ રિમાન્ડ માટે બાંદ્રા કોર્ટમાં રજુ કરશે. આ સમગ્ર મામલો ઉદયપુરના ફેમસ ઉદ્યોગપતિ ડો. અજય મુર્ડિયા સાથે જોડાયેલો છે. અજય મુર્ડિયા ઈંદિરા ગ્રુપ ઓફ કંપનીના માલિક છે અને રાજસ્થાનમાં હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં લાંબા સમયથી એક્ટિવ છે.

ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ થઈ?

ડો. મુર્ડિયાએ 17 નવેમ્બરના રોજ વિક્રમ ભટ્ટ સહિત 8 લોકો વિરુદ્ધ 30 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. અજય મુર્ડિયાનો દાવો છે કે, એક ઈવેન્ટમાં તેની મુલાકાત દિનેશ કટારિયા નામના વ્યક્તિ સાથે થઈ હતી. તેમણે કહ્યું કે, તેની પત્નીના જીવન અને તેના યોગદાન પર એક બાયોપિક બનાવી શકાય. જેનાથી તેનું કામ દેશભરમાં ઓળખાય.

ત્યારબાદ 24 એપ્રિલ 2024ના રોજ તેમને મુંબઈના વૃંદાવન સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યા હતા અહી તેની મુલાકાત ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે થઈ હતી. વાતચીત દરમિયાન નક્કી થયું હતુ કે, ભટ્ટ દંપતિ ફિલ્મ બનાવવાની સંપુર્ણ જવાબદારી લેશે તેમજ મુર્ડિયાને માત્ર ફંડિંગ કરવાનું રહેશે.

કરારો, ચુકવણીઓ અને વધતા ખર્ચ

અજય મુર્ડિયાના અનુસાર વિક્રમ ભટ્ટે પોતાની પત્ની શ્વેતાંબરીની કંપની VSB LLPને પાર્ટનર બનાવતા 2 ફિલ્મ બાયોનિક અને મહારાણાકા પ્રસ્તાવ આપ્યો હતો અને અંદાજે 40 કરોડનો કોન્ટ્રાક્ટ નક્કી થયો હતો. 31 મે 2024ના રોજ 2.5 કરોડનું પહેલું પેમેન્ટ થઈ ગયું. ત્યારબાદ 7 કરોડની વધુ ડિમાંડ કરવામાં આવી હતી. દાવામાં કહેવામાં આવ્યું કે, 47 કરોડમાં 4 ફિલ્મ બનાવી 1002000 કરોડ રુપિયાનો નફો થશે.

લુકઆઉટ નોટિસ અને ફિલ્મમેકરનો પક્ષ

ઉદયપુર પોલીસે ગત્ત અઠવાડિયે વિક્રમ અને શ્વેતાંબરી સહિત 6 આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી હતી પરંતુ વિક્રમ ભટ્ટનું કહેવું છે કે, તેમણે આ મામલે કોઈ અધિકારિક નોટીસ મળી નથી.તેનો દાવો છે કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે અને તેની પાસે ઈમેલ, કોન્ટ્રાક્ટ તેમજ અન્ય ડોક્યુમેન્ટના રુપમાં પુરાવા છે. ભટ્ટનું કહેવું છે કે, ફરિયાદીએ ટેકનિશિયનોને પૈસા ન ચૂકવવાને કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો હતો. હાલમાં ઉદયપુર પોલીસ આરોપીને વધુ તપાસ માટે રાજસ્થાન લાવવાની તૈયારીમાં છે.

દાદાનું ગુજરાતી કનેક્શન, પિતા સિનેમેટોગ્રાફર, 52 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર પ્રોડયુસરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">