08 ડિસેમ્બરના મહત્વના સમાચાર : આજે સંસદમાં વંદે માતરમ પર 10 કલાકની ચર્ચા થશે
આજે 08 ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
રાજ્યના અનેક શહેરોમાં 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન
રાજ્યભરમાં શિયાળાના પ્રચંડ પ્રભાવ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરતા ઠંડીમાં વધારો નોંધાયો છે. નલિયા 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ વધ્યો છે, જ્યાં અનુક્રમે 16 ડિગ્રી અને 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાનમાં સતત ઘટાડા સાથે સમગ્ર રાજ્યમાં શિયાળાની અસર તેજ બનતી જોવા મળી રહી છે.
-
ગોવાઃ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસની કાર્યવાહી
ગોવાના એક ક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના માલિક વિરુદ્ધ FIR નોંધાઈ છે અને અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિશેષ તપાસ માટે SITની રચના કરી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સરકાર SOP તૈયાર કરવાની તૈયારીમાં છે. પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક ફટાકડાના કારણે ક્લબમાં આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
-
દિલ્લીઃ પંડારા રોડ વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો
દિલ્લીઃ પંડારા રોડ વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. ભજન સંધ્યા દરમિયાન કેટલાક લોકોએ હુમલો કર્યો. હુમલામાં 60 વર્ષિય મહિલાને ઇજાઓ પહોંચી. પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
દેવભૂમિ દ્વારકાઃ અપહરણ કરનાર આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપહરણ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ખંભાળિયામાં ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું હતું..યુવકના પિતા પાસેથી આરોપીએ રૂપિયા લેવાના હતા જેની માથાકૂટમાં 3 આરોપીએ મળીને યુવકનું અપહરણ કર્યું હતુ. પોલીસે ગણતરીના કલાકોમાં 3માંથી 1 આરોપીને દબોચ્યો છે. મહત્વનું છે કે 3 ભેજાબાજ આરોપીઓએ ફિલ્મી ઢબે અપહરણને અંજામ આપવા માટે યુવકને ફોન કરીને તેના પિતાને અક્સમાત નડ્યો હોવાનું કહી અજાણી જગ્યાએ બોલાવ્યો હતો. જે બાદ આરોપીઓએ અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે 2 ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
-
આજે સંસદમાં વંદે માતરમ પર 10 કલાકની ચર્ચા થશે
આજે સંસદના શિયાળુ સત્રમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા થશે. પીએમ મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
-
આજે 08 ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 08,2025 7:36 AM