Husband on Rent : અહીં સ્ત્રીઓ કલાકના હિસાબે ભાડે લઈ રહી છે પતિ, કારણ જાણી ચોંકી જશો
એક એવું ગામ જ્યાં પુરુષોની 15% અછત એક અનોખું સામાજિક વલણ સર્જી રહી છે. મહિલાઓ "કલાકના ભાવે પતિ" ને ભાડે રાખી રહી છે, જેઓ ઘરકામ અને સાથ આપે છે.

યુરોપિયન દેશ પુરુષોની અછતનો સામનો કરી રહ્યો છે, જેના કારણે દેશમાં અનોખું સામાજિક વલણ જોવા મળી રહ્યું છે. અહીં મહિલાઓની વસ્તી પુરુષો કરતા 15 ટકા વધારે છે, જેના કારણે રોજિંદા જીવનમાં પણ જાતિ અસમાનતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ પરિસ્થિતિના કારણે ઘણી સ્ત્રીઓ કલાકો માટે “પુરુષોને નોકરી પર રાખવાની” પ્રથા અપનાવી રહી છે.

ન્યુયોર્કના લાતવિયામાં “કલાકોના ભાવે પતિ” ભાડે લેવાની પ્રથા લોકપ્રિય બની રહી છે. આ સેવાઓ હેઠળ પુરુષો ઘરમાં આવીને નાનાં સમારકામ, પ્લમ્બિંગ, સુથારીકામ અથવા અન્ય ઘરગથ્થુ જવાબદારીઓમાં મદદ કરે છે. માત્ર એટલું જ નહીં. એકલતા અનુભવનાર સ્ત્રીઓને તેઓ વાતચીત અને સાથનો આધાર પણ પૂરો પાડે છે.

ન્યૂ યોર્કના એક મીડિયા અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, લાતવિયામાં પુરુષોની વસ્તી સ્ત્રીઓ કરતાં 15.5 ટકા ઓછી છે. આ આંકડો યુરોપિયન યુનિયનના સરેરાશ Gender રેશિયો કરતાં ત્રણ ગણો ખરાબ છે. વર્લ્ડ એટલાસ રિપોર્ટ પણ બતાવે છે કે લાતવિયામાં પુરુષોની સરેરાશ આયુષ્ય સ્ત્રીઓ કરતાં ઓછું છે, અને 65 વર્ષથી ઉપરની ઉંમરમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતા બમણી છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ પુરુષોમાં ધૂમ્રપાનનું ઉચ્ચ પ્રમાણ અને અનારોગ્યકારી જીવનશૈલી તેમના ઓછા આયુષ્યના મુખ્ય કારણો છે.

લાતવિયામાં ઘણી મહિલાઓને રોજિંદા જીવનમાં પુરુષોની કમી અનુભવવી પડી રહી છે. તહેવારોનું આયોજન કરતી ડેનિયા નામની મહિલાએ જણાવ્યું કે તેના તમામ મિત્રો સ્ત્રીઓ છે. તેઓએ ઘણા પ્રયાસો કર્યા છતાં પણ પુરુષ સ્ટાફ મળ્યો નથી. સ્થિતિ એટલી બગડી ગઈ છે કે લગ્ન માટે ઘણી લાતવિયન મહિલાઓને વિદેશમાં જ પતિ શોધવો પડે છે.

પુરુષોની અછતને કારણે હેન્ડીમેન અને પતિ-કલાક સેવાઓ માટે માંગ ઝડપથી વધતી જઈ રહી છે. આ પ્લેટફોર્મ્સ એવા પુરુષોને પૂરા પાડે છે, જેઓ ઘરના સમારકામના કામમાં કુશળ હોવા સાથે સારી કમ્યુનિકેશન ક્ષમતા પણ ધરાવે છે. માત્ર ઓનલાઈન અથવા ફોન બુકિંગ કરતાં જ પુરુષ મદદ માટે તરત ઘરે પહોંચે છે.
62 વર્ષની ઉંમરે વરરાજા બન્યા ઓસ્ટ્રેલિયાના PM, લાવ્યા 17 વર્ષ નાની પત્ની, જુઓ Video
