Chhota Udepur : બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા ! લોકાર્પણ ન થતા સ્થાનિકો દવા લેવા દૂર જવા મજબૂર, જુઓ Video
છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આરોગ્ય કેન્દ્રો ધૂળ ખાતા જોવા મળ્યા છે. જ્યાં અમાદ્રા ગામના લોકોને આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી આરોગ્ય કેન્દ્ર તો બનાવાયા પરંતું તેનું લોકાર્પણ બાકી હોવાથી ગામ લોકો દૂર આવેલા આયુષ્યમાન કેન્દ્ર પર જવા માટે મજબૂર બન્યા છે.
છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આરોગ્ય કેન્દ્રો ધૂળ ખાતા જોવા મળ્યા છે. જ્યાં અમાદ્રા ગામના લોકોને આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી આરોગ્ય કેન્દ્ર તો બનાવાયા પરંતું તેનું લોકાર્પણ બાકી હોવાથી ગામ લોકો દૂર આવેલા આયુષ્યમાન કેન્દ્ર પર જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્રના અભાવે જો ગામની મહિલાઓને પ્રસવ પીડા શરૂ થાય તો દૂરથી 108 બોલાવવાની વારી આવતી હોય છે. જેને પગલે તૈયાર કરાયેલા આરોગ્ય કેન્દ્રનું સત્વરે લોકાર્પણ થાય તેવી માગ ઉઠી છે.
તો બીજી તરફ અમાદ્રા સહિત કાશીપુરા અને અથવાલી ગામમાં પણ આરોગ્ય કેન્દ્રો પર તાળા લટકતા જોવા મળ્યા છે. જો કે અથવાલી ગામમાં નવનિર્મિત બનેલા આરોગ્ય કેન્દ્રમાં હજુ પણ લાઈટની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમાદ્રા અને કાશીપુરા ગામના સરપંચે પણ વહેલીતકે આરોગ્ય કેન્દ્રની બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવા અને લોકાર્પણ માટે ગુહાર લગાવી છે.
આ સમગ્ર મામલે અધિકારીનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લામાં 310 જેટલા સબસેન્ટરો બનાવવાનો આદેશ છે. જેમાંથી 247 આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર છે. તો કેટલાક જુના કેન્દ્રોમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
