AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway: સમય બદલાયો, એન્જિન નહીં! 116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન સાથે આજે પણ દોડે છે આ અનોખી ‘હેરિટેજ ટ્રેન’, શું તમે આમાં મુસાફરી કરી છે?

116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન પર દોડતી ભારતની સૌથી ધીમી આ હેરિટેજ ટ્રેન આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ધીમી ગતિ, જૂનું એન્જિન અને રસ્તામાં જોવા મળતા સુંદર નજારા મુસાફરને એક ખાસ તેમજ યાદગાર અનુભવ આપે છે.

| Updated on: Dec 07, 2025 | 4:14 PM
Share
116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન પર દોડતી આ હેરિટેજ ટ્રેન આજે પણ ભારતની સૌથી ધીમી ટ્રેન માનવામાં આવે છે. સમય બદલાયો પણ તેની જૂની સ્ટાઇલ અને પ્રવાસનો અનોખો અનુભવ મુસાફરોને આજે પણ આકર્ષે છે.

1 / 8
તમિલનાડુના લીલાછમ પશ્ચિમ ઘાટમાં મેટ્ટુપલયમથી ઊટી સુધી દોડતી નીલગિરિ માઉન્ટેન રેલવે (NMR) પેસેન્જર ટ્રેન સત્તાવાર રીતે ભારતની સૌથી ધીમી ટ્રેનનો ખિતાબ ધરાવે છે. આ ટ્રેન 9-10 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ફક્ત 46 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 5 કલાક લે છે. જો કે, આ ધીમી ગતિ કોઈ ખામી નથી પરંતુ ટ્રેનની સુંદરતા અને તકનીકી શક્તિનું પ્રતીક છે.

2 / 8
નીલગિરિ પર્વતીય રેલવેને વર્ષ 2005 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે ભારતના 4 પર્વતીય રેલવેમાંનો એક છે અને વિશ્વની સૌથી ઢાળવાળી રેલવે લાઇનોમાંનો એક છે. વર્ષ 1908 માં બ્રિટિશ ઇજનેરો દ્વારા બનાવવામાં આવેલી આ લાઇન હજુ પણ 116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન અને વિન્ટેજ કોચ સાથે કાર્યરત છે, જે તેને ઇતિહાસનો જીવંત ભાગ બનાવે છે.

3 / 8
આ ટ્રેનની ધીમી ગતિ મુખ્યત્વે તેની અનોખી રેક-એન્ડ-પીનિયન સિસ્ટમને કારણે છે. કલ્લાર અને ઊટી વચ્ચે 19 કિલોમીટરના ઢાળ પર સામાન્ય બ્રેક્સ કામ કરતા નથી. આથી, ટ્રેનની વચ્ચે ફીટ કરાયેલ ખાસ ગિયર (રેક) પાટા પર બનાવેલા દાંતામાં ફસાઈને ચઢી જાય છે. આ ટ્રેનની મહત્તમ ગતિ 13 કિમી/કલાક (ચઢાવ પર) અને 30 કિમી/કલાક (ઉતાર પર) સુધી મર્યાદિત કરે છે.

4 / 8
જણાવી દઈએ કે, સલામતી માટે જાણી જોઈને ટ્રેનની ગતિ ઓછી રાખવામાં આવી છે. 208 ટનલ, 250 પુલ અને ઘણા વળાંકથી 46 કિમીની મુસાફરીમાં, ટ્રેન 208 વખત પાટા બદલે છે, 250 નાના-મોટા પુલ પાર કરે છે અને 16 ટનલમાંથી પસાર થાય છે. ઘણા બધા વળાંકો અને ઊંચાઈઓને કારણે, ઝડપી મુસાફરી કરવી અશક્ય છે. ખાસ વાત એ છે કે, આ વળાંકોમાંથી પસાર થતી વખતે મુસાફરોને વાદળોમાંથી પસાર થતા જંગલો, ચાના બગીચાઓ અને ધોધનો મનમોહક નજારો જોવા મળે છે.

5 / 8
ટ્રેન નં. 56136/56137 મેટ્ટુપલયમ-ઊટી પેસેન્જર સવારે 7:10 વાગ્યે મેટ્ટુપલયમથી ઉપડે છે અને બપોરે 12:00 વાગ્યે ઊટી પહોંચે છે. આ સિવાય, પાછા ફરતી વખતે તે ઊટીથી બપોરે 2:00 વાગ્યે નીકળે છે અને સાંજે 7:00 વાગ્યે મેટ્ટુપલયમ પરત ફરે છે. વર્ષોથી, આ ટ્રેનમાં સતત 90-95% જેટલા મુસાફરો રહે છે. નોંધનીય છે કે, ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી ખુલે છે.

6 / 8
વિદેશી પ્રવાસીઓ તેને "Toy Train" કહે છે અને દુનિયાભરના રેલ પ્રેમીઓ તેને પોતાની બકેટ લિસ્ટમાં રાખે છે. આની સરખામણી ઘણીવાર સ્વિસ આલ્પ્સ રેલવે સાથે કરવામાં આવે છે પરંતુ આ નીલગિરી ટ્રેન ઘણી ઢાળવાળી અને પડકારજનક છે.

7 / 8
આ ટ્રેન પ્રકૃતિની વચ્ચે શાંતિપૂર્ણ મુસાફરી માટે બનાવવામાં આવી હતી. 9 કિમી/કલાકની ઝડપે બારી બહાર જોતા એવું લાગે કે, સમય થંભી ગયો છે. આ જ કારણ છે કે, ભારતની સૌથી ધીમી ટ્રેન હોવા છતાં નીલગિરિ વિશ્વની સૌથી સુંદર અને યાદગાર ટ્રેનોમાંની એક માનવામાં આવે છે.

8 / 8

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">