11 વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદ્યો, 20 કરોડના શેર દાનમાં આપનાર વોરેન બફેટનો પરિવાર જુઓ
30 ઓગસ્ટ 1930 ના રોજ યુએસએના નેબ્રાસ્કામાં એક સામાન્ય પરિવારમાં વોરન બફેટનો જન્મ થયો હતો.તેઓ શેરબજારના વિશ્વના મહાન રોકાણકારોમાંના એક ગણાય છે.વોરેન બફેટના પરિવાર વિશે જાણીએ.

વોરેન બફેટ વિશ્વના સૌથી ફેમસરોકાણકારોમાંના એક છે. તેમણે ત્રણ શેર ખરીદીને તેમની રોકાણની શરૂઆત કરી હતી. આજે, તેઓ વિશ્વની અનેક મોટી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.

વોરેન બફેટના પિતા, હોવર્ડ બફેટ, સ્ટોક બ્રોકર હતા. તેમના પિતા સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા હોવાથી, વોરેન બફેટને બાળપણથી જ શેરોમાં રસ હતો. વોરેને સૌપ્રથમ 1942માં અમેરિકન પેટ્રોલિયમ કંપની સિટીઝ સર્વિસના ત્રણ શેર ખરીદ્યા હતા. આ ત્રણ શેર ખરીદ્યાના ચાર મહિના પછી, તેમને 5 ડોલરનો નફો થયો હતો.

વોરેન બફેટનો પરિવાર જુઓ

વોરેન બફેટનો જન્મ 30 ઓગ્સ્ટ 1930ના રોજ અમેરિકાના નેબ્રાસ્કાના ઓમાહામાં થયો હતો. નાની ઉંમરે જ તેમણે અખબારો વેચીને અને નાના વ્યવસાયો કરીને પૈસા કમાવવાનું શરૂ કર્યું. બફેટે તેમના માર્ગદર્શક, ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર પુસ્તકના લેખક બેન્જામિન ગ્રેહામ પાસેથી રોકાણની ઊંડી સમજ મેળવી.

વોરેન બફેટના પરિવાર વિશે વાત કરીએ તો.વોરેનના પિતા, હોવર્ડ હોમન બફેટ, એક અમેરિકન ઉદ્યોગપતિ રાજકારણી હતા. તેમની માતા લીલા સ્ટેહલ બફેટ હતી. વોરેનને બે બહેનો છે. ડોરિસ બફેટ, તેમની મોટી બહેન, અને રોબર્ટા બફેટ એલિયટ તેમની નાની બહેન છે.

કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે ન્યૂ યોર્કમાં ગ્રેહામ-ન્યુમેન કોર્પ નામની કંપનીમાં કામ કર્યું. 1955માં, તેઓ ઓમાહા પાછા ફર્યા. અહીંથી જ તેમનું પહેલું રોકાણ ભંડોળ, બફેટ પાર્ટનરશિપ નામનું શરૂ થયું. બાદમાંતેમણે બર્કશાયર હેથવે નામની ટેક્સટાઇલ કંપની ખરીદી અને તેને વિશ્વની સૌથી શક્તિશાળી રોકાણ કંપનીઓમાંની એક બનાવી.

56 વર્ષની ઉંમરમાં વોરેન બફેટ અરબપતિ બની ગયો હતો. હેથવેના શેર વિશ્વમાં સૌથી મોંઘા છે. બર્કશાયર હેથવેના શેરની કિંમત 468.37 અમેરિકન ડોલર છે. તમને જણાવી દઈએ કે, 13 વર્ષની ઉંમરમાં તેમણે પહેલી વખત ટેક્સ ફાઈલ કર્યા હતા.

વોરેન બફેટ લગભગ 20 વર્ષથી તેમની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો દાનમાં આપી રહ્યા છે. આ વર્ષે તેમણે બર્કશાયર હેથવેનાઅંદાજે 6 કરોડના શેર દાનમાં કર્યા હતા, જે અત્યાર સુધીનું તેમનું સૌથી મોટું વાર્ષિક દાન છે.

તેમણે અત્યાર સુધી કોને, કેટલી અને કેટલી સંપત્તિ દાનમાં આપી છે તેના વિશે. તેમજ વોરેન બફેટના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીએ.અબજોપતિના માલિક હોવા છતાં મોંઘી વસ્તુઓનો શોખ નથી

94 વર્ષીય વોરેન બફેટે 2006 માં તેમની સંપત્તિનો એક ભાગ દાનમાં આપવાનું શરૂ કર્યું. ગત્ત વર્ષે, તેમણે તેમના વસિયતનામામાં સુધારો કર્યો, જેમાં તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિનો 99.5% ભાગ ચેરિટેબલ ટ્રસ્ટને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ ટ્રસ્ટની દેખરેખ તેમના બાળકો દ્વારા કરવામાં આવશે.

બફેટના બાળકો 71 વર્ષીય સુસી બફેટ, 70 વર્ષીય હોવર્ડ બફેટ અને 67 વર્ષીય પીટર બફેટ - પાસે પૈસા કેવી રીતે ખર્ચવા તે નક્કી કરવા માટે લગભગ દસ વર્ષનો સમય હશે, જે નિર્ણય સંયુક્ત રીતે લેવામાં આવશે.

બફેટના મતે, ગેટ્સ ફાઉન્ડેશનને દાન તેમના મૃત્યુ પછી બંધ થઈ જશે.

વોરેન બફેટ 1965 થી બર્કશાયર હેથવેનું નેતૃત્વ કરી રહ્યા છે.તે એપલ અને અમેરિકન એક્સપ્રેસ સહિત ડઝનબંધ કંપનીઓમાં સ્ટોક પણ ધરાવે છે.

વોરેન બફેટે એક મહત્વની વાત કહી હતી. તે દુનિયાનો પૈસાદાર વ્યક્તિ હોવા છતાં તે આજે પણ તેના જૂના ઘરમાં રહે છે.વોરેન બફેટની લાઈફ ખુબ સિમ્પલ છે તેઓ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતા નથી,

વોરેન બફેટ કહે છે કે તેઓ રોકાણ માટે કંપાઉન્ડિગનો ઉપયોગ કરે છે. તેમણે કંપાઉન્ડિગ દ્વારા પૈસા કમાયા છે. કંપાઉન્ડિગનો અર્થ થાય છે પૈસામાંથી પૈસા કમાવવા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
