Dhurandhar Cast Fees : જાણો ધુરંધરના સ્ટાર રણવીર સિંહથી લઈને આર માધવન સુધી, કોને કેટલા પૈસા મળ્યા?
Dhurandhar Cast Fees : વર્ષ 2025 પૂર્ણ થવાના થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિનેમાઘરોમાં ધુરંધર ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. આ મલ્ટીસ્ટાર ફિલ્મ છે. તો ચાલો જાણીએ આ ફિલ્મના સ્ટારને કોને કેટલી ફી મળી છે.

Bollywood Film Dhurandhar Cast Fees : બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો રિલીઝ થઈ છે. જે વર્ષ 2025માં ચર્ચાનો વિષય રહી છે. 5 ડિસેમ્બરના રોજ ધુરંધર ફિલ્મ રીલિઝ થઈ છે. આ ફિલ્મની જાહેરાત બાદથી ચાહકોમાં ઉત્સાહ હતો. અનેક સ્ટારથી ભરેલી આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

ફિલ્મમાં રણવીર સિંહ સિવાય સંજય દત્ત,અર્જુન રામપાલ સહિત અનેક મોટા સ્ટાર મહત્વના રોલમાં છે. તમામના લુક અને ડાયલોગે પહેલા જ ચાહકોમાં ઉત્સાહ ભર્યો હતો. આ ફિલ્મ મોટા બજેટમાં બની છે. ધુરંધર ફિલ્મનું બજેટ 280 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ધુરંધરના સ્ટાર રણવીર સિંહથી લઈને આર માધવન સુધી કોને કેટલા પૈસા મળ્યા? જાણીએ.

આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા રણવીર સિંહ જે એસપીએમ કે શર્માના રોલમાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં કામ કરવા માટે રણવીર સિંહને 30 કરોડ થી 50 કરોડ રુપિયા તરીકે ચાર્જ મળ્યો છે.

અભિનેતા અર્જુન રામપાલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં પોતાના કરિયરનો સૌથી મહત્વના રોલમાંનો એક રોલ નિભાવતો જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા મેજર ઈકબાલના રોલમાં જોવા મળ્યો છે. આ ફિલ્મ માટે તેને અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ મળ્યો છે તેવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

આ ફિલ્મના ટ્રેલરમાં અક્ષય ખન્નાનો લુક ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મ માટ બોલિવુડ અભિનેતાને 2.5 કરોડ રુપિયા મળ્યા છે. છાવામાં ઔરંગઝેબના રોલ બાદ વધુ એક રોલ ચાહકોને વધુ પસંદ આવ્યો છે.

આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા સંજય દત્ત પણ જોવા મળે છે. ધુરંધર ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને તેની ઝલક જોવા મળી હતી. સંજય દત્તે આ ફિલ્મમાં એસપી ચૌધરી અસલમનો રોલ પ્લે કર્યો છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે તેને 2.5 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.
અભિનેતાની દાદી પણ રહી ચૂકી છે અભિનેત્રી, પત્ની છે ફેમસ અભિનેત્રી પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
