તમારું ઘર Toll Plaza થી આટલું નજીક હોય તો નહીં ભરવો પડે ટોલ, જાણો સરકારનો નિયમ
જો તમારું ઘર ટોલ પ્લાઝાથી નિશ્ચિત કિલોમીટરની અંદર છે, તો NHAI નિયમ મુજબ તમને ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સુવિધાનો લાભ લેવા માટે રહેઠાણનો પુરાવો જરૂરી છે.

જો તમારું ઘર ટોલ પ્લાઝાથી અમુક કિલોમીટર નજીક છે, તો તમને ટોલ ટેક્સ ચૂકવવો પડે નહીં. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આ માટે ટોલ મુક્તિ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે રહેઠાણનો સત્તાવાર પુરાવા દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે.

ભારતમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોજ લાખો વાહનો મુસાફરી કરે છે. હાલમાં દેશમાં અંદાજે 1,065 ટોલ પ્લાઝા કાર્યરત છે, જે દ્વારા દર વર્ષે હજારો કરોડ રૂપિયાની આવક થાય છે. જો કે, કેટલીક ખાસ કેટેગરીને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે, જેમાં ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો પણ સામેલ છે. આ લોકોને ટોલ ભરવાનો રહેતો નથી.

24 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવેલી નવી Turn-Turn-Turn-Toll પોલિસી હેઠળ GNSS સિસ્ટમ દ્વારા ટ્રેક થતા વાહનોને 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ટોલ ભરવો નહીં પડે. આ નિયમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમો 2008માં કરવામાં આવેલા સુધારાનો ભાગ છે અને હાલમાં કેટલાક હાઇવે પર પાયલોટ પ્રોજેક્ટ રૂપે લાગુ છે.

ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ભારતીય સૈનિક દળ — આર્મી, નેવી અને એર ફોર્સના વાહનો, આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટેના NDRF વાહનોને પણ ટોલ ચૂકવવાની જરૂર નથી.

દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટૂ-વ્હીલર (બાઇક) વાહનો પરથી ટોલ લેવામાં આવતો નથી. કારણ કે બાઇકનો વજન ઓછો હોય છે અને રસ્તાઓ પર તેની અસર ન્યૂન છે. આ માટે બાઇકો માટે FASTag ફરજિયાત પણ નથી.
Toilet Flush : ટોયલેટમાં બે ફ્લશ બટન કેમ હોય છે? તમે નહીં જાણતા હોવા તેનું કારણ
