ચકલી ઉડે ફુરરર, પોપટ ઉડે ફુરરર, મેના ઉડે ફુરરર પણ Indigo ? સ્ટેન્ડ-અપ કોમેડિયનની પોસ્ટ થઈ વાયરલ, યુઝર્સ હસી હસીને લોટપોટ થયા
શનિવારે ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરોને ઘણી અસુવિધા પહોંચાડી હતી. બસ આ આસુવિધાને લઈને સોશિયલ મીડિયા પર ઇન્ડિગો એરલાઇન્સ ગજબની ટ્રોલ થઈ રહી છે.

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ ઊડવાનું નામ જ નથી લઈ રહી. શનિવારે સતત પાંચમા દિવસે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આજે એટલે કે 06 ડિસેમ્બરને શનિવારે પણ 400 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. મુસાફરો એરપોર્ટ પર ચિંતિત જોવા મળી રહ્યા છે. જો કે, સરકારે પણ આ સમસ્યાના ઉકેલ માટે પોતાના પ્રયાસો તેજ કર્યા છે.
બીજી તરફ, લોકો ઇન્ટરનેટ પર ઇન્ડિગો એરલાઇન્સની મજાક ઉડાવી રહ્યા છે. એક સ્ટેન્ડ-અપ કોમેડિયને લિંક્ડઇન પર ‘ચિડિયા ઉડ, તોતા ઉડ…’ પોસ્ટ કરી અને તેને ઇન્ડિગો સાથે જોડી. હવે આ જ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે, યુઝર્સ પણ આ પોસ્ટનો આનંદ માણી રહ્યા છે.
સ્ટેન્ડ-અપ કોમેડિયન હર્ષિત મહાવર સોશિયલ મીડિયા પર તેમની ફની પોસ્ટ્સ માટે જાણીતા છે. શુક્રવારે (05-12-2025) તેમણે ઇન્ડિગો વિશે એક પોસ્ટ પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “ચિડિયા ઉડ, તોતા ઉડ, મૈના ઉડ, ઇન્ડિગો?”
“ચિડિયા ઉડ…” એક રમત છે, જે ઘણા લોકો જમીન પર આંગળી રાખીને રમે છે. આ પોસ્ટમાં હર્ષિત પૂછવા માંગે છે કે, “ઇન્ડિગો ક્યારે ઉડશે?”
ઇન્ડિગોની હાલની સ્થિતિ શું છે?
ભારતની સૌથી મોટી લોકલ એરલાઇન ‘ઇન્ડિગો’ એક ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે. ગઈકાલે શુક્રવારે (05-12-2025) 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આજે શનિવારે (06-12-2025) અત્યાર સુધીમાં 450 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દેશના અલગ-અલગ એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે. આજે સતત પાંચમા દિવસે ઇન્ડિગોના મુસાફરોને ફ્લાઇટ રદ કરવાનો સામનો કરવો પડ્યો છે.
આ કટોકટી શા માટે ઊભી થઈ?
આનો જવાબ રેગ્યુલેટરી બદલાવ, પ્લાનિંગમાં થયેલી ભૂલો અને ઓપરેશનલ દબાણની પાછળ છુપાયેલો છે. આ ગડબડીની જડમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા લાગુ કરાયેલા નવા ક્રૂ-રેસ્ટ અને ડ્યુટી ટાઈમ નિયમો છે, જેને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ (FDTL) નોર્મ્સ કહેવામાં આવે છે.
આ નિયમો પાઇલટનો થાક ઘટાડીને ફ્લાઇટ સલામતી સુધારવા માટે બનાવવામાં આવ્યા હતા. નવા થાક-સુરક્ષા નિયમોનું પાલન ઇન્ડિગોના વધુ પડતાં ઉપયોગ અને ઓછા ખર્ચવાળા બિઝનેસ મોડેલ સાથે સીધું ટકરાયું છે. આ કારણથી ક્રૂની સંખ્યા માટે બફરનો અભાવ સામે આવ્યો. જો કે, DGCA એ હવે આ નિયમોમાં કેટલીક છૂટ આપી છે પરંતુ એરલાઇનનું કહેવું છે કે, સ્થિતિ સામાન્ય થવામાં આશરે બે મહિના લાગશે.
હર્ષિતની પોસ્ટ પર આવી ફની કોમેન્ટ્સ
હર્ષિતની “ચિડિયા ઉડ…” પોસ્ટ પર પણ યુઝર્સે ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું કે, “ઈન્ડિગો રનવેથી આગળ વધી રહી નથી. તે ફેવિકોલની જેમ ચોંટી ગઈ છે.” બીજા યુઝરે લખ્યું કે, “હૃદય દુ:ખે છે.” બીજા યુઝરે ઈન્ડિગો વિશે કોમેન્ટ કરી કે, “તમારું લોહી ક્યારે ઉકળશે?”
બીજા યુઝરે ફ્લાઇટ રદ થયા પછી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની મજાક ઉડાવી. એક યુઝરે લખ્યું કે, “હા ભાઈ, તમને કેવું લાગ્યું? શું તમને સ્વાદ ગમ્યો?”
