અમદાવદમાં આકાર લઈ રહ્યા છે ત્રણ નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, અમિત શાહે કર્યુ ભૂમિપૂજન- 2036ની ઓલિમ્પિક માટે તૈયારીઓ તડામાર- જુઓ VIDEO
ત્રણ સ્થળોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડથી શહેરને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા દિશામાં; 2036 ઓલિમ્પિક માટે લાંબા ગાળાનો તૈયારીઓ રોડમૅપ,
રમતો અંગે મોટી જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 2030ના કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. 2029માં વિશ્વના પોલીસ જવાનોની સ્પર્ધાઓ શહેરમાં થશે અને કુલ 13 આંતરરાષ્ટ્રીય રમતોની ઇવેન્ટ્સ અમદાવાદમાં આયોજિત થશે. તેમણે ઉમેર્યું કે શહેરને ખેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ ધપાવવા આજે ત્રણ જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ભૂમિપૂજન થયું, જે ભવિષ્યમાં 2036 ઓલિમ્પિક્સ માટેની તૈયારીને મજબૂત બનાવશે. આ જાહેરાતો સાથે અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે ઊભું કરવાની દિશામાં સ્પષ્ટ વિઝન રજૂ થયું.
કાર્યક્રમના અંતે શાહે રાજકીય મુદ્દાઓ પર બોલતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યું કે બિહાર ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને “રાહુલ બાબા” હજી પણ EVM તથા મતદાર યાદી પર પ્રશ્નો ઊભા કરે છે. શાહે દાવો કર્યો કે ન EVM ખરાબ છે, ન મતદાર યાદી; પરંતુ દેશ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને સ્વીકારતો નથી. તેમણે બંગાળ અને તમિલનાડુમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિરોધી ગઠબંધનને “ઘમંડિયા” ગણાવ્યું.

