Breaking News : અમદાવાદના વધુ એક બ્રિજમાં કૌભાંડ, હાઇકોર્ટની સામે જ બનેલા બ્રિજમાં કરાઈ ગેરરીતિ, બ્યુટીફિકેશનનો છેદ ઉડ્યો
ટેન્ડર મંજૂર થયા બાદ કોઈપણ ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય નહી તેનો નિયમ છે. જો કે અહીં તદ્દન ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. ઓછા મટિરીયલમાં બ્રિજ તૈયાર કરવા સિંગલ પીલર ડિઝાઇનના બદલે ડબલ પીલર ડિઝાઇનનું કામ કરાયુ છે.

Ahmedabad: અમદાવાદના વધુ એક બ્રિજમાં કૌભાંડ સામે આવ્યુ છે. હાઇકોર્ટની સામે જ બનેલા બ્રિજમાં કરાઈ ગેરરિતી થઇ હોવાનું ખુલ્યુ છે. R & B ના અધિકારીઓ સાથે મિલી ભગતથી કૌભાંડ (scam) આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. બ્રિજની ડિઝાઇનમાં ધડમૂળથી ફેરફાર કરાયા છે. ટેન્ડર મંજૂર થયા બાદ કોઈપણ ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય નહી તેનો નિયમ છે. જો કે અહીં તદ્દન ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. ઓછા મટિરીયલમાં બ્રિજ તૈયાર કરવા સિંગલ પીલર ડિઝાઇનના બદલે ડબલ પીલર ડિઝાઇનનું કામ કરાયુ છે.
સોલા ભાગવતથી થલતેજ ચાર રસ્તા સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાનો 6 લેન એલીવેટેડ કોરીડોર સિંગલ પિલર ઉપર બનાવવાનો હતો, ઉપરાંત જરૂરી સર્વિસ રોડ, મુખ્ય લેન, લેન્ડ સ્ક્રેપિંગ, બગીચા, સર્કલ વગેરે વગેરે કામોનો સમાવેશ થયેલ હતો, જેની ટેન્ડરમાં કિંમત 249.16 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવેલા હતા.
ટેન્ડર પ્રમાણે શું કામ કરવાનું હતુ અને શું થયુ ?
- ટેન્ડરમાં આયોજન હતું : બ્રિજની બંને બાજુ 4 મીટરના સ્પેશ્યિલ મીડિયન હતા જેના પર આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લાન્ટ, ગ્રીનરી, કરવાના હતા.
- શું બન્યું : બ્રીજની ડેડ સ્પેસ ગેરકાયદે પાર્કિંગનો માર્ગ પણ મોકળો થઇ ગયો.
- શું આયોજન હતું : 8.5 મીટરના ફોર લેન ના 2 સર્વિસ રોડ બનાવવાનું આયોજન હતું
- શું બન્યું : ડબલ પિલર કરવાને કારણે 7.5 મીટર નો એક અને બીજો 5.70 મીટર નો સર્વિસ રોડ બનાવવા ની ફરજ પડી.
- શું આયોજન હતું : 4-4 મીટરના મીડિયન પર બ્યુટીફીકેશન, તેના પછી ફૂટપાથ અને એ પછી સર્વિસ રોડ તૈયાર કરવાનો હતો.
- શું બન્યું : બે પિલર પર બ્રિજનું નિર્માણ કરતા મીડિયન પર બ્યુટીફીકેશન ની જગ્યા વધી જ નહિ. બંને તરફ ૮.૫ મીટરને બદલે ૫.૭ મીટરનો જ રોડ મળ્યો છે
- શું આયોજન હતું : નેશનલ હાઇવે પર રોડ વચ્ચે પાર્કિંગ સ્પોટ હોય નહિ. માટે બ્યુટીફીકેશન ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી
- શું બન્યું : ડબલ પિલરને કારણે જગ્યાનો ઉપયોગ થાય તેમ જ ન હતો માટે આ ડેડ સ્પેસ ગેરકાયદે પાર્કિંગ બન્યુ.
- શું પ્લાન હતો : બ્રિજની બંને બાજુ ૪ મીટરના સ્પેશ્યિલ મીડિયન હતા જેના ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લાન્ટ્સ, ગ્રીનરી, લેન્ડસ્કેપિંગ કરવાનું હતું.
- શું પ્લાન હતો : આંતરરાષ્ટ્રીય કક્ષાના જંકશન, સર્કલ ડેવલોપ કરવાના હતા. બ્રિજ ઉપર તથા બ્રિજ નીચે મુખ્ય રસ્તા ઉપર ૧૦૦ કિલોમીટર/કલાક ની સ્પીડ રાખેલ હતી જેથી સમય તથા બળતણનો બચાવ થાય.