AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બહુચરાજી મંદિરમાં CCTVની નજર હેઠળ દાનની ગણતરી, અત્યાર સુધીમાં રૂ.2.07 કરોડનું દાન મળ્યું, જુઓ Video

Breaking News: બહુચરાજી મંદિરમાં CCTVની નજર હેઠળ દાનની ગણતરી, અત્યાર સુધીમાં રૂ.2.07 કરોડનું દાન મળ્યું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2026 | 1:48 PM
Share

મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજીના ધામમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા દાનની ગણતરી ચાલી રહી છે. છેલ્લા અઢી વર્ષથી કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનની રકમ બહાર કાઢીને તેની ગણતરી શરૂ કરવામાં આવી છે. ગણતરીના સાતમા દિવસે ગોલખમાંથી વધુ રૂ.23.95 લાખની રોકડ રકમ મળી આવી છે.

આ સાથે અત્યાર સુધીમાં દાનનો કુલ આંકડો રૂ.2 કરોડ 7 લાખને પાર પહોંચી ગયો છે. આગામી 6 નવેમ્બર સુધી દાનની ગણતરીની કામગીરી ચાલુ રહેશે. દાનની મોટી રકમને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અધિકારીઓની દેખરેખ હેઠળ દાનની ગણતરી

દાનની ગણતરીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માટે એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટીઓ સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ અધિકારીઓની દેખરેખ હેઠળ દાનની ગણતરી કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ ચાલી રહી છે. આ ઉપરાંત ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિને અટકાવી શકાય.

હજુ ત્રણ દિવસ ગણતરીનો દોર ચાલશે

બહુચરાજી મંદિરમાં દાનની ગણતરીની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી અને આગામી ત્રણ દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રૂ.2.07 કરોડની રોકડ રકમ સામે આવી છે ત્યારે અંતિમ ગણતરી બાદ દાનનો આંકડો હજુ વધી શકે છે. બીજી તરફ, દાનપેટીમાંથી નીકળેલી નાની ચલણી નોટો અને પરચૂરણનો યોગ્ય નિકાલ થાય તે માટે વેપારીઓને આપવામાં આવશે. આમ, માઈભક્તો દ્વારા બહુચર માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલા દાનની ગણતરી ચુસ્ત સુરક્ષા અને વહીવટી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Breaking News : હરિદ્વારથી કાર ભાડે લઈ ગંગોત્રી જવા નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત, સુરતના 3 સહિત 4 લોકોના મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">