AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગીર સોમનાથને 'મોટી ભેટ', કોડીનારમાં બનશે ગુજરાતની પ્રથમ સરકારી 'મરીન કોલેજ' - જુઓ Video

Breaking News: ગીર સોમનાથને ‘મોટી ભેટ’, કોડીનારમાં બનશે ગુજરાતની પ્રથમ સરકારી ‘મરીન કોલેજ’ – જુઓ Video

| Updated on: Nov 01, 2026 | 3:58 PM
Share

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ ગામે ગુજરાતની પ્રથમ સરકારી મરીન કોલેજ આકાર પામશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં કોલેજનું નિર્માણ થશે અને ત્યારબાદ અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. આ કોલેજ દરિયાઈ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે નવી તકો અને ગીર સોમનાથ જિલ્લામાં રોજગારીની સંભાવનાઓ ઊભી કરશે.

ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે સ્થાપિત થવા જઈ રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કોડીનારમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં સાકાર થશે. પ્રથમ તબક્કામાં મરીન કોલેજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં મરીન ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે, જે દરિયાઈ શિક્ષણ અને તાલીમને વધુ વેગ આપશે.

કોડીનારમાં શરૂ થનારી આ સર્વપ્રથમ સરકારી મરીન કોલેજ માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા સંચાલિત ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. જો આ મંજૂરી સમયસર મળી જશે, તો વર્ષ 2027-28 થી કોડીનારમાં એક કામચલાઉ સ્થળે મરીન સંબંધિત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની યોજના છે. આ માટે ચાલુ વર્ષના બજેટમાં ટોકન જોગવાઈ પણ મંજૂર કરવામાં આવી છે.

આ કોલેજના નિર્માણથી દરિયાઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ અને રોજગારીની નવી સંભાવનાઓ પણ ઊભી થવાની અપેક્ષા છે, જે સ્થાનિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે.

Surat Breaking News : સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ, રાજકોટથી ધરપકડ ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">