AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft ના માર્ગે Canva: 1,271 કર્મચારીઓને કરી વિદાય, રાહત પેકેજમાં આપ્યો 6 મહિનાનો પગાર અને MacBook !

ઓસ્ટ્રેલિયન ડિઝાઇનિંગ કંપની Canva એ મોટા ફેરફારોના ભાગરૂપે પોતાના 22% સ્ટાફ એટલે કે 1,271 કર્મચારીઓની છટણી કરી છે. જોકે, કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને ઓછામાં ઓછો 6 મહિનાનો પગાર, ઓફિસનું MacBook, LinkedIn Premium અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ગ્રાન્ટ જેવું મોટું રાહત પેકેજ ઓફર કર્યું છે.

Microsoft ના માર્ગે Canva: 1,271 કર્મચારીઓને કરી વિદાય, રાહત પેકેજમાં આપ્યો 6 મહિનાનો પગાર અને MacBook !
| Updated on: Nov 05, 2026 | 4:55 PM
Share

નોકરી જવી એ કોઈપણ વ્યક્તિ માટે મોટો આંચકો હોય છે. અચાનક રોજિંદુ કામ છૂટી જાય છે અને નવી નોકરીની શોધ શરૂ કરવી પડે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ડિઝાઇનિંગ કંપની Canva એ છટણી દરમિયાન પોતાના કર્મચારીઓ માટે એવું રાહત પેકેજ તૈયાર કર્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કંપનીએ 1,271 લોકોને નોકરીમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેની સાથે તેમને MacBook પોતાની પાસે રાખવા, ઓછામાં ઓછો 6 મહિનાનો પગાર મેળવવા અને એક વર્ષ સુધી LinkedIn Premium નો ઉપયોગ કરવાની સુવિધા પણ મળશે.

Canva પોતાના કુલ કર્મચારીઓમાંથી 22 ટકાનો ઘટાડો કરી રહી છે. CEO મેલાની પર્કિન્સે આ નિર્ણયને કંપની માટે અત્યંત મુશ્કેલ ગણાવતા અસરગ્રસ્ત કર્મચારીઓની માફી માંગી છે.

37 દેશોમાં 1,271 કર્મચારીઓની ગઈ નોકરી

Canva માં 37 દેશોમાં 5,700 થી વધુ લોકો કામ કરે છે. આમાં ભારતના કર્મચારીઓ પણ સામેલ છે. જોકે, કંપનીએ હજુ સુધી એ માહિતી આપી નથી કે કયા દેશ કે ટીમ પર છટણીની સૌથી વધુ અસર પડી છે. મેલાની પર્કિન્સે કર્મચારીઓને મોકલેલા સંદેશામાં જણાવ્યું કે આ નિર્ણયથી લોકોને જે મુશ્કેલી થશે, તેનો તેમને ખેદ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે નોકરીમાંથી હટાવવાનો અર્થ કર્મચારીઓની કાબેલિયત કે તેમના કામનું મહત્વ ઓછું થવું નથી.

નોકરી ગયા પછી મળશે આ સુવિધાઓ

Canva અસરગ્રસ્ત કર્મચારીઓને કંપનીનું MacBook પોતાની પાસે રાખવા દેશે. આ સિવાય એક વર્ષનું LinkedIn Premium સબસ્ક્રિપ્શન પણ મળશે. નવી નોકરી શોધવામાં મદદ માટે કરિયર કોચિંગ, ઇન્ટરવ્યુની તૈયારી અને રિઝ્યુમ સુધારવા જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. કંપનીની ટેલેન્ટ એક્વિઝિશન ટીમ આ કાર્યમાં કર્મચારીઓને સાથ આપશે.

ઓછામાં ઓછો 6 મહિનાનો પગાર અને હેલ્થકેર

દરેક અસરગ્રસ્ત કર્મચારીને ઓછામાં ઓછો 6 મહિનાનો પગાર મળશે. આમાં જરૂરી કાયદાકીય ચૂકવણી પણ સામેલ હશે. આ રાહત વિવિધ દેશોમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવશે. જે કર્મચારીઓએ છેલ્લા એક વર્ષમાં કંપની જોઈન કરી છે, તેમના માટે એક વર્ષની વેસ્ટિંગ શરત પણ હટાવવામાં આવશે, જેથી તેઓ પોતાની Equity ના હકદાર બની શકે.

જે દેશોમાં Canva હેલ્થકેર પૂરું પાડે છે, ત્યાં કર્મચારીઓને 12 મહિના સુધી તેનો ફાયદો મળશે. સાથે જ કર્મચારીઓ અને તેમનો પરિવાર એક વર્ષ સુધી Canva Care પ્રોગ્રામનો લાભ લઈ શકશે.

બિઝનેસ શરૂ કરવા માટે મળી શકે છે મદદ

Canva એ Canva Collective Fund પણ બનાવ્યું છે. આ અંતર્ગત પોતાનો બિઝનેસ શરૂ કરનારા અથવા સ્થાનિક પ્રોજેક્ટ પર કામ કરનારા કર્મચારીઓને 10,000 ડૉલર (આશરે 8.9 લાખ રૂપિયા) સુધીની ગ્રાન્ટ મળી શકે છે. કંપની આના બદલામાં બિઝનેસમાં કોઈ હિસ્સેદારી લેશે નહીં. ઇચ્છુક કર્મચારીઓએ 14 ડિસેમ્બર સુધીમાં પોતાની વિગતો આપવાની રહેશે.

કંપની એક Alumni Talent Directory પણ તૈયાર કરશે, જેને રોકાણકારો અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે શેર કરવામાં આવશે. આનાથી કર્મચારીઓને નવી તકો શોધવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત, તેમને આ અઠવાડિયાના અંત સુધી Slack અને Gmail નો એક્સેસ પણ આપવામાં આવશે.

ઘૂઘરાને બદલે માવો ભરીને આ દિવાળીએ ઘરે બનાવો ચંદ્રકલા મીઠાઈ, ખૂબ સરળ છે રેસિપી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">