AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘King’ ફિલ્મે રિલીઝ પહેલાં જ રચ્યો ઇતિહાસ, કરી લીધી 665 કરોડની કમાણી

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ' રિલીઝ થાય તે પહેલાં જ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. ક્રિસમસ 2026માં રિલીઝ થનારી આ એક્શન મુવીનું બજેટ 500 કરોડ રૂપિયા છે. એવામાં ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે થિયેટરમાં આવ્યા પહેલાં જ 665 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

'King' ફિલ્મે રિલીઝ પહેલાં જ રચ્યો ઇતિહાસ, કરી લીધી 665 કરોડની કમાણી
| Updated on: Nov 04, 2026 | 8:34 PM
Share

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની અપકમિંગ મુવી ‘કિંગ’ સિનેમાઘરોથી હજુ ખૂબ દૂર છે. જો કે, તેની ચર્ચા અત્યારથી જ ચારેય તરફ ચાલી રહી છે. ક્રિસમસ 2026ના પ્રસંગે રિલીઝ થનારી ફિલ્મ ‘કિંગ’ આ વર્ષની બિગેસ્ટ એક્શન એન્ટરટેનર છે, જેને સિદ્ધાર્થ આનંદે બનાવી છે. ઇન્સાઇડર્સનું માનીએ તો, ફિલ્મ ‘કિંગ’નું બજેટ 500 કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ ‘કિંગ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, જેના કારણે શાહરૂખે તેના પર દિલ ખોલીને પૈસા ખર્ચ્યા છે.

ટ્રેડ પંડિતો તરફથી સામે આવી રહેલા સમાચાર મુજબ, 500 કરોડના બજેટમાં બનેલી આ મુવી રિલીઝ પહેલાં જ 665 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. એવામાં જોવામાં આવે તો, સુહાના ખાન પોતાના પિતા શાહરૂખ ખાનના ખભા પર બેસીને ઇતિહાસનું સૌથી સફળ ડેબ્યુ કરવા જઈ રહી છે.

કેવી રીતે કરી લીધી 665 કરોડની કમાણી?

જો તમે વિચારી રહ્યા છો કે, King ફિલ્મે રિલીઝ પહેલાં જ 665 કરોડ રૂપિયાની કમાણી કેવી રીતે કરી લીધી છે? તો જણાવી દઈએ કે, તેના ઓવરસીઝ રાઇટ્સ 175 કરોડ રૂપિયામાં વેચાયા છે. આ કોઈ પણ ફિલ્મને મળેલા સૌથી વધુ રૂપિયા છે. ફિલ્મ ‘કિંગ’ પહેલાં કોઈ પણ મુવીના ઓવરસીઝ રાઇટ્સ આટલા રૂપિયામાં વેચાયા નથી.

આ સાથે જ ફિલ્મના ડોમેસ્ટિક થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં વેચાયા છે અને ‘કિંગ’ના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ 150 કરોડ રૂપિયામાં નક્કી થયા છે.

ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ 25 કરોડ અને મ્યુઝિક રાઇટ્સ 65 કરોડમાં વેચાયા છે. જો તમે આ બધાનો સરવાળો કરો, તો ફિલ્મ ‘King’ ની કુલ કમાણી 665 કરોડ રૂપિયા થઈ ચૂકી છે.

ક્રિસમસ પર થિયેટરમાં ધમાલ મચાવશે ‘King’

શાહરૂખ ખાન, સુહાના ખાન અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ‘King’ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે. ફિલ્મના ટીઝરને દર્શકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

આ જોઈને એવું લાગી રહ્યું છે કે, ક્રિસમસ 2026 પર શાહરૂખ ખાન જૂના તમામ રેકોર્ડ તોડી નાખશે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે.

ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી બ્લોકબસ્ટર, ફિલ્મ ‘Ramayana’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">