AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાચન સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આ ‘5 ડ્રિંક્સ’, જાણો જ્યુસ પીવાની સાચી રીત અને તેના અદ્ભુત ફાયદા

આપણા શરીરનું સ્વાસ્થ્ય ઘણે અંશે આપણા પાચનતંત્ર (ગટ હેલ્થ) પર નિર્ભર હોય છે. એવામાં સવાલ એ છે કે, પેટને સ્વસ્થ રાખવા અને આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ આપવા માટે ડાઇટમાં કયા ફળોના જ્યુસ કે ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ?

પાચન સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આ '5 ડ્રિંક્સ', જાણો જ્યુસ પીવાની સાચી રીત અને તેના અદ્ભુત ફાયદા
| Updated on: Nov 04, 2026 | 8:13 PM
Share

જો તમે તમારા ગટ હેલ્થ (પાચન સ્વાસ્થ્ય)ને સુધારવા માંગો છો, તો તમારા આહારમાં કેટલાક ફળોના જ્યુસનો સમાવેશ કરો. આ ડ્રિંક્સમાં પ્રીબાયોટિક્સ, પ્રોબાયોટિક્સ, ફાઇબર અને પોલિફેનોલ્સ હોય છે, જે તમારા ગટ માઇક્રોબાયોમને સપોર્ટ કરે છે અને સારા ગટ બેક્ટેરિયાને પોષણ આપે છે. હવે સવાલ એ છે કે, હેલ્ધી ગટ હેલ્થ માટે તમે કયા ડ્રિંક્સનું સેવન કરી શકો છો?

ગટ હેલ્થ માટે પીવો આ ફળોના જ્યુસ

  1. ક્રેનબેરી જ્યુસ: ક્રેનબેરી જ્યુસમાં પોલિફેનોલ્સ હોય છે, જે હેલ્ધી ગટ બેક્ટેરિયાને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો પ્રીબાયોટિકની જેમ કામ કરી શકે છે, જે આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે.
  2. બ્લૂબેરી જ્યુસ: બ્લૂબેરી જ્યુસ એન્થોસાઇનાઇનથી ભરપૂર હોય છે. આ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે, જે ગટ માઇક્રોબાયોમ માટે ફાયદાકારક હોઈ શકે છે. તેના જ્યુસમાં રહેલા એન્થોસાઇનાઇન આંતરડામાં પહોંચીને સારા બેક્ટેરિયાને વધારે છે.
  3. સંતરાનો જ્યુસ: સંતરાના જ્યુસમાં વિટામિન C અને એવા પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે, જે પાચન સ્વાસ્થ્યને સુધારે છે. તેના પલ્પ (ગર્ભ) અને ફાઇબરયુક્ત ભાગ મળત્યાગને નિયમિત રાખે છે, કબજિયાતથી બચાવે છે અને આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ આપે છે.
  4. કીવી જ્યુસ: કીવી જ્યુસમાં વિટામિન C અને પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. બીજું કે, આખી કીવી ખાવાથી ફાઇબર પણ મળે છે, જે કબજિયાતમાંથી રાહત અપાવવામાં અને મળત્યાગને નિયમિત રાખવામાં મદદ કરે છે.
  5. હોટ કોકો: હોટ કોકોમાં કોકો પોલિફેનોલ્સ હોય છે, જે આંતરડાના બેક્ટેરિયા (જેમાં બાયફિડોબેક્ટેરિયા પણ છે) ને પ્રભાવિત કરતા હોવાનું સામે આવ્યું છે.

આ વાતનું રાખો ધ્યાન

ડૉક્ટર કહે છે કે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ફળોનો જ્યુસ નિકાળવાને બદલે તેને બ્લેન્ડ કરો. બ્લેન્ડ કરવાથી ફાઇબર જળવાઈ રહે છે, જે પ્રીબાયોટિકની જેમ કામ કરે છે અને તમારા સારા ગટ બેક્ટેરિયાને પોષણ આપે છે. જ્યુસ નિકાળવાથી મોટા ભાગનું ફાઇબર નીકળી જાય છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શિયાળામાં રોજ ‘બદામ’ ખાવાથી શું થાય ? જાણી લો, ક્યારેય ન સાંભળેલા આ ‘5 મોટા ફાયદા’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">