AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચીનની ચિંતા વધશે! ભારત પાસેથી વધુ બ્રહ્મોસ મિસાઇલો ખરીદશે ફિલિપાઇન્સ, ₹7,100 કરોડનો મોટો સોદો કરવાની તૈયારી

દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથેના તણાવ વચ્ચે ફિલિપાઇન્સ ભારત પાસેથી $700-800 મિલિયનના બ્રહ્મોસ મિસાઇલ સોદાની તૈયારીમાં છે. આ સોદામાં પાંચ વધારાની સિસ્ટમ અને 60 મિસાઇલોનો સમાવેશ થઈ શકે છે, જે ફિલિપાઇન્સની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવશે.

Breaking News : ચીનની ચિંતા વધશે! ભારત પાસેથી વધુ બ્રહ્મોસ મિસાઇલો ખરીદશે ફિલિપાઇન્સ, ₹7,100 કરોડનો મોટો સોદો કરવાની તૈયારી
| Updated on: Nov 05, 2026 | 10:01 PM
Share

દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ફિલિપાઇન્સ પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે મહત્વનું પગલું ભરવાની તૈયારીમાં છે. ફિલિપાઇન્સ ભારત પાસેથી વધુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો ખરીદવા માટે મોટો સંરક્ષણ સોદો કરી શકે છે. આ સંભવિત કરાર અંદાજે 700થી 800 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹6,200થી ₹7,100 કરોડનો હોઈ શકે છે. જો આ સોદો સાકાર થશે, તો ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલિપાઇન્સ ભારત પાસેથી પાંચ વધારાની બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ્સ અને આશરે 60 મિસાઇલો ખરીદવાનું આયોજન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે આ અંગેની વાતચીત નિર્ણાયક તબક્કે પહોંચી હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ નવો સંભવિત સોદો વર્ષ 2022માં થયેલા 375 મિલિયન ડોલરના કરાર કરતાં લગભગ બમણા મૂલ્યનો હોઈ શકે છે. અગાઉના કરાર હેઠળ ફિલિપાઇન્સે પોતાની નૌકાદળ માટે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ્સ ખરીદી હતી.

ચીન સાથેના તણાવ વચ્ચે ફિલિપાઇન્સની તૈયારી

દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે લાંબા સમયથી દરિયાઈ સીમા અને અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સ પોતાની દરિયાઈ સુરક્ષા અને તટીય સંરક્ષણ ક્ષમતાઓ મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યું છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગના પ્રવક્તા આર્સેનિયો એન્ડોલોંગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે વધુ બ્રહ્મોસ મિસાઇલો ખરીદવામાં રસ દાખવ્યો છે. આ મુદ્દે ભારત સાથે ચર્ચા ચાલી રહી છે.

ભારત સાથે લશ્કરી જરૂરિયાતોની યાદી શેર કરી

દિલ્હી ડિફેન્સ ડાયલોગ દરમિયાન ફિલિપાઇન્સના રાષ્ટ્રીય સંરક્ષણ સચિવ ગિલ્બર્ટો ટીઓડોરોએ વધારાની બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ્સ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફિલિપાઇન્સની લશ્કરી જરૂરિયાતો અનુસાર મિસાઇલ સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરી શકાય તે માટે ભારત સાથે વિશિષ્ટ જરૂરિયાતોની યાદી પણ શેર કરવામાં આવી છે.

શું છે બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત?

ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી વિકસિત બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંની એક છે. તે લગભગ 2.8થી 3 મેકની ઝડપે ઉડાન ભરી શકે છે. આ મિસાઇલને જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય છે. તેની ઝડપી ગતિ, ચોકસાઈ અને પ્રહાર કરવાની ક્ષમતા તેને આધુનિક યુદ્ધમાં અત્યંત શક્તિશાળી બનાવે છે.

ભારતની સંરક્ષણ નિકાસને નવી ગતિ

ભારત હવે વૈશ્વિક સ્તરે સંરક્ષણ સાધનોના મોટા નિકાસકાર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. ફિલિપાઇન્સ ઉપરાંત અનેક દેશો સાથે પણ સંરક્ષણ સહયોગ અને મિસાઇલ ખરીદી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ભારતની વધતી સંરક્ષણ નિકાસ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ વેગ આપી રહી છે.

જો ફિલિપાઇન્સ સાથે આ નવો બ્રહ્મોસ સોદો પૂર્ણ થાય છે, તો તે ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા માટે મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે. સાથે જ, દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સની સૈન્ય ક્ષમતામાં વધારો થવાથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વ્યૂહાત્મક સમીકરણો પર પણ અસર પડી શકે છે.

સાબર ડેરીની ચૂંટણી મોકૂફ, હોર્સ ટ્રેડિંગના પર્દાફાશ બાદ ખળભળાટ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">