પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરમાં આવતા દેશ-વિદેશના યાત્રીકોને હવે લાઇટ અને સાઉન્ડ શોનો લ્હાવો મળશે. કારણ કે ચોમાસાની પૂર્ણાહિત પછી હવે ફરી 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે..સોમનાથ તીર્થના યુગ યુગાંતરના ગૌરવના ઉજાગર કરતા આ શોને જોવા દૂર-દૂરથી લોકો આવે છે.દિવાળી વેકેશનમાં સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જામે છે..ત્યારે લોકો માટે 3D લેઝર ટેક્નોલોજીના ઉપયોગથી થતો લાઇટ અને સાઉન્ડ શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.લોકો સોમનાથના ભવ્ય વારસા અને ઇતિહાસથી જાણકાર થશે.ચંદ્રદેવના તપથી પ્રસન્ન થઇને ભોળાનાથ ધરતી પર આવ્યા.ભગવાન શ્રીકૃષ્ણની અંતિમ લીલા અને પ્રભાસ તીર્થની ધાર્મિક કથાઓ પ્રસ્તુત કરવામાં આવે છે. ચોમાસાની સીઝન પછી હવે આ લાઇટ અને સાઉન્ડ શો ફરી શરૂ કરાયો છે. સાંજના સમયે આરતી પછી પોણા આઠ વાગ્યે આ લાઉટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. શનિ-રવિ અને તહેવારોના સમયમાં યાત્રિકોની ભારે ભીડ હોવાથી બે શો યોજવામાં આવશે. તો ટિકિટનું વેચાણ ઓનલાઇન અને ઓફલાઇન કરવામાં આવશે.