Breaking News : વડોદરામાં કારમાં આગ બાદ ભયાનક બ્લાસ્ટ, 3થી 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જુઓ Video
વડોદરાના નવાયાર્ડમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગ્યા બાદ ભયાનક CNG બ્લાસ્ટ થયો હતો, જેમાં 3-4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને આસપાસ પણ આગ ફેલાઈ.
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગ્યા બાદ ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગતાં જ તેમાં રહેલી CNG ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં પણ આગ ફેલાઈ હતી.
આ ઘટનામાં 3થી 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બ્લાસ્ટની તીવ્રતાને કારણે એક વ્યક્તિના પગમાં કારનું પતરૂં ઘૂસી ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. કારમાં આગ કયા કારણોસર લાગી અને બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માતા અમરેલીની, બહેન છે અભિનેત્રી, પતિ 13 વર્ષ મોટો આવો છે અભિનેત્રીનો પરિવાર

