Sanatan Sanskruti: ગરુડ પુરાણ અનુસાર હિંદુ ધર્મના 16 સંસ્કાર ક્યાં છે?- વાંચો
ગરૂડ પુરાણનું ના પડતા જ લોકોના મનમાં માત્ર મૃત્યુ, કર્મોનું ફળ અને યમલોકના વિચાર આવે છે. કેટલાક એવા દૃશ્યો આંખોની સામે દૃશ્યમાન થવા લાગે છે જે મૃત્યુ પછી યમલોકમાં મૃતાત્માને ભોગવવા પડે છે. જ્યારે ગરુડ પુરાણ માત્ર અંતિમ સંસ્કાર નહીં પરંતુ એક જીવના જન્મથી લઈને મૃત્યુ સુધી કરવામાં આવેલા 16 સંસ્કારોનું વ્યાપક રૂપ છે. આ 16 સંસ્કારો ક્યા છે તેના વિશે વિસ્તારથી સમજીએ.

સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવતો પ્રથમ સંસ્કાર. દાંપત્ય જીવનમાં ધાર્મિક અને પવિત્ર ભાવનાથી સંતાનને આવકારવાની પરંપરા.

ગર્ભના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે કરવામાં આવતો સંસ્કાર. ગર્ભસ્થ શિશુના સુખાકારીની પ્રાર્થના કરવામાં આવે છે.

ગર્ભવતી માતાની માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને ગર્ભસ્થ બાળકના કલ્યાણ માટે કરવામાં આવતો સંસ્કાર. આજની સીમંત વિધિ સાથે તેની પરંપરાગત સામ્યતા છે.

બાળકના જન્મ સમયે કરવામાં આવતો સંસ્કાર. નવજાત શિશુના સ્વાગત અને તેના સ્વસ્થ જીવન માટે મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

બાળકને નામ આપવાની વિધિ. બાળકની ઓળખ અને જીવનની નવી શરૂઆત સાથે આ સંસ્કાર જોડાયેલો છે.

બાળકને પ્રથમ વખત ઘરની બહાર લઈ જવાનો સંસ્કાર. સૂર્ય અને પ્રકૃતિનાં દર્શન કરાવી બાળકના સ્વાસ્થ્ય અને કલ્યાણની પ્રાર્થના થાય છે.

બાળકને પ્રથમ વખત અન્ન ખવડાવવાની વિધિ. માતાના દૂધ ઉપરાંત ઘન આહારની શરૂઆતનું પ્રતીક છે.

બાળકના પ્રથમ વખત વાળ ઉતારવાની વિધિ. પરંપરાગત માન્યતા અનુસાર તે શુદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે.

બાળકના કાન વીંધવાની વિધિ. આ સંસ્કાર ધાર્મિક પરંપરા અને સામાજિક રિવાજ સાથે જોડાયેલો છે.

બાળકના શિક્ષણની શરૂઆત કરાવવાનો સંસ્કાર. અક્ષરજ્ઞાન અને જ્ઞાનપ્રાપ્તિના પ્રથમ પગલાં તરીકે તેની ઉજવણી થાય છે.

યજ્ઞોપવિત અથવા જનોઈ ધારણ કરાવવાનો સંસ્કાર. પરંપરાગત રીતે આ સંસ્કાર ગુરુ પાસે શિક્ષણ અને બ્રહ્મચર્ય જીવનની શરૂઆતનું પ્રતીક છે.

વેદોના અધ્યયનની શરૂઆત કરાવવાનો સંસ્કાર. જ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિક શિક્ષણ મેળવવાની ઔપચારિક શરૂઆત થાય છે.

કિશોરાવસ્થામાં પ્રથમ વખત દાઢી કે મૂછના વાળ ઉતારવાની વિધિ. બાળપણમાંથી યુવાની તરફ આગળ વધવાનો સંકેત માનવામાં આવે છે.

ગુરુકુળમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ કરવામાં આવતો સંસ્કાર. વિદ્યાર્થીના બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગૃહસ્થ જીવન તરફ પ્રવેશનું પ્રતીક છે.

લગ્નનો પવિત્ર સંસ્કાર. પતિ-પત્ની જીવનભર સાથે રહી ધર્મ, અર્થ, કામ અને પરિવારની જવાબદારીઓ નિભાવવાનો સંકલ્પ લે છે.

મનુષ્યના મૃત્યુ પછી કરવામાં આવતી અંતિમ ધાર્મિક વિધિ. શરીરના પંચમહાભૂતમાં વિલીન થવાની અને આત્માની યાત્રા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓનું પ્રતીક.
Health Tips: સાદા નમકના બદલે ઓછા સોડિયમવાળુ નમક ખાવાથી કિડની રહેશે એકદમ ફિટ અને હાઈ બીપીનું નહીં રહે કોઈ નામોનિશાન
