અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની ચાલાકી- વાંચો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તેમની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હીના બદલે સીધા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીએ પહોંચી રહ્યા છે. આ વિઝિટ માત્ર ડિપ્લોમેટિક કર્ટસી નથી, પરંતુ એનર્જી અને ટ્રેડ સેક્ટરમાં યુએસનું જિયોપોલિટિકલ ડોમિનેન્સ સ્થાપવાની એક ઊંડી ચાલ ગણાય છે.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની (Marco Rubio) ની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ થી સીધા જામનગર રિલાયન્ રિફાઈનરી જવાની યોજનાએ વૈશ્વિક ડિપ્લોમેટિક અને કોર્પોરેટ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન રિફાઇનરી આવેલી છે. સામાન્ય રીતે વિદેશી ડિપ્લોમેટ્સ કે મિનિસ્ટર્સ રાજધાની દિલ્હી ખાતે સત્તાવાર ગવર્નમેન્ટ ટોક્સ કરતા હોય છે; પરંતુ યુએસ ફોરેન મિનિસ્ટર નું સીધું દેશના અગ્રણી કોર્પોરેટ ગ્રુપ ના હેડક્વાર્ટર પર પહોંચવું એ માત્ર ડિપ્લોમેટિક કર્ટસી નથી, પરંતુ કોર્પોરેટ પોલિટિક્સ, એનર્જી પોલિસીસ અને જીઓપોલિટિકલ પ્રેશર નું એક મોટું ઉદાહરણ છે
માર્કો રૂબિયોની જામનગર રિફાઇનરી મુલાકાતનો એજન્ડા
માર્કો રૂબિયો ચાલુ વર્ષમાં બીજી વખત ભારતની વિઝિટ પર આવી રહ્યા છે. આ પૂર્વે પોતાની ફર્સ્ટ વિઝિટમાં તેઓ કોલકાતા ખાતે મધર ટેરેસા ટ્રસ્ટ ની મુલાકાતે ગયા હતા, જ્યાં નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પરના ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સ અંગે ભારત સરકારના કડક વલણ સામે પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ કરાયો હોવાનું સૂત્રો જણાવે છે. હવે તેમની જામનગર રિફાઇનરી ની વિઝિટ પાછળ ઇન્ટરનેશનલ ઓઇલ ટ્રેડ અને યુએસ સેંક્શન્સ ની પોલિસીસ મુખ્ય કેન્દ્રમાં છે.
રિલાયન્સ એ અગાઉ રશિયા ની રોસ્નેફ્ટ (Rosneft) કંપની સાથે 10 વર્ષ માટે દર વર્ષે $1 બિલિયન નું ક્રૂડ ઓઇલ ખરીદવાનો કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. જોકે, અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા લાદવામાં આવેલા સેંક્શન્સ અને ઇકોનોમિક પ્રેશર ના ડર થી ભારતીય કોંગ્લોમેરેટ્સ ને રશિયન ઓઇલ ની પરચેઝિંગ માં ફેરફાર કરવાની ફરજ પડી હતી. જામનગર ની આ વિઝિટ ભારતીય એનર્જી સેક્ટર પર વોશિંગ્ટન નું ડોમિનેન્સ જાળવી રાખવા અને ફ્યુચર એનર્જી સપ્લાય ચેઇન ને કંટ્રોલ કરવાનો એક સ્ટ્રેટેજિક મુવ માનવામાં આવે છે.
ઇલોન મસ્ક, સ્ટારલિંક અને અંબાણી વચ્ચેની કોર્પોરેટ ટસલ
આ સમગ્ર જીઓપોલિટિકલ ઇક્વેશન માં યુએસ ટેક બિલિયોનેર ઇલોન મસ્ક ની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. મસ્ક એ યુએસ પોલિટિક્સ માં ટ્રમ્પ ના ઇલેક્શન કેમ્પેઇન માં અંદાજે $300 મિલિયન (આશરે ₹500 કરોડ) નું જંગી ફંડિંગ પૂરું પાડ્યું છે. મસ્ક ની કંપની સ્ટારલિંક (ભારતના સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટ માં એન્ટ્રી કરવા આતુર છે, પરંતુ મુકેશ અંબાણી ની જિયો સાથેની કોમ્પિટિશન અને સ્પેક્ટ્રમ એલોકેશન ના ઇશ્યૂ ને કારણે તેમને ઇન્ડિયન માર્કેટ માં ચેલેન્જિસ નો સામનો કરવો પડી રહ્યો છે.
મસ્ક એ પબ્લિક પ્લેટફોર્મ પરથી મુકેશ અંબાણી ને “રિયલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા” કહીને સંબોધ્યા હતા. માર્કો રૂબિયો ની જામનગર વિઝિટ પાછળ મસ્ક અને અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા સ્ટારલિંક માટેનો રસ્તો ક્લિયર કરવા અને ઇન્ડિયન માર્કેટ માં યુએસ ટેક કંપનીઓ માટે સાનુકૂળ એન્વાયરન્મેન્ટ બનાવવા પરોક્ષ કોર્પોરેટ પ્રેશર લાવવાનો અસલી એજન્ડા હોવાનું જણાય છે
ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરની સક્રિયતા
ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે એપોઇન્ટ થયેલા સર્જિયો ગોર આ ડિપ્લોમેટિક સેટઅપ ના મુખ્ય સેન્ટરપોઇન્ટ છે. તાશ્કંદ (ઉઝબેકિસ્તાન) માં બોર્ન થયેલા સર્જિયો ગોર, ડોનાલ્ડ ટ્રમ્પ ના અત્યંત ટ્રસ્ટેડ એસોસિએટ માનવામાં આવે છે અને વ્હાઇટ હાઉસ એપોઇન્ટમેન્ટ્સ માં સ્ક્રીનિંગ નું કામ સંભાળતા હતા. ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ઇલોન મસ્ક એ પબ્લિકલી સર્જિયો ગોર ને સ્નેક (સાંપ) કહ્યા હતા, કારણ કે ગોર એ વ્હાઇટ હાઉસ માં મસ્ક નો પ્રભાવ વધવા દીધો ન હતો.
જાન્યુઆરી 2026માં ભારત આવ્યા બાદ સર્જિયો ગોર એ ભારતના પ્રાઇમ મિનિસ્ટર, એનએસએ, ફોરેન મિનિસ્ટર, મહારાષ્ટ્ર સીએમ, મણિપુર ગવર્નર/સીએમ, ઇન્ડિયન આર્મી ની ચંડીગઢ સ્થિત વેસ્ટર્ન કમાન્ડ, દાર્જિલિંગ, શ્રીનગર, અમૃતસર અને ઇસરો (ISRO) ના ચેરમેન સાથે સતત મીટિંગ્સ કરી છે. તેમની આ વ્યાપક એક્ટિવિટી અને ડાયરેક્ટ ઇન્ટરફીયરન્સ ની કમ્પેરિઝન બ્રિટિશ એરા ના વાયસરાય સાથે કરીને તેને પ્રેઝન્ટ ટાઇમ ના નિયો-કોલોનિયલિઝમ (Neo-colonialism) નો એક પાર્ટ ગણાવવામાં આવ્યો છે.
ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નું ગણિત
યુએસ અને ઇન્ડિયા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડિલ અંગે નેગોશિયેશન ચાલી રહ્યું છે, જેમાં અમેરિકા પોતાનું ટ્રેડ બેલેન્સ સુધારવા માંગે છે. સર્જિયો ગોર ની આક્રમક ડિપ્લોમસી હેઠળ ભારતીય કોર્પોરેટ ગ્રુપ્સ ને અમેરિકા માં મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવા પ્રોત્સાહિત અને બાધ્ય કરવામાં આવી રહ્યા છે.
- એસ્સાર ગ્રુપ (Essar Group): અમેરિકા માં $15 બિલિયન ના ઇન્વેસ્ટમેન્ટ ની એનાઉન્સમેન્ટ કરી ચૂક્યું છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries): આગામી 50 વર્ષમાં અમેરિકામાં $300 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ.
- ડિફેન્સ ડીલ્સ (Defense Deals): ભારત યુએસ પાસેથી જેવલિન એન્ટી-ટેન્ક મિસાઇલ (Javelin Anti-tank Missile) ખરીદી કરી રહ્યું છે.
- ટાટા અને લોકહીડ માર્ટિન વચ્ચેના ડિફેન્સ કોલેબોરેશન ને પ્રોત્સાહન મળી રહ્યું છે.
આપણે ભૂતકાળમાં ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો અંગ્રેજો ભારતમાંથી રો મટીરિયલ (કાચો માલ) લઈ જઈને પોતાના દેશમાં વેપાર વધારતા હતા; જ્યારે વર્તમાનમાં અમેરિકન ડિપ્લોમસી ભારતના બિલિયોનેર્સ ને સીધા યુએસ ઇકોનોમી માં જંગી કેપિટલ ઇન્વેસ્ટ કરવા તરફ દોરી રહી છે.
7% જીડીપી ગ્રોથ અને સાર્વભૌમ સ્વાયત્તતા
હાલમાં IMF ના રિપોર્ટ મુજબ ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7% ના ફાસ્ટેસ્ટ પેસ પર આગળ વધી રહ્યો છે. આવા સમયે માર્કો રૂબિયો ની જામનગર વિઝિટ, ઇલોન મસ્ક ની કમર્શિયલ એમબીશન્સ, સર્જિયો ગોર નું વ્યાપક ઇન્ટરફીયરન્સ અને ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ આ તમામ ફેક્ટર્સ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે કનેક્ટેડ છે.
ભારતે પોતાની સાર્વભૌમ સ્વાયત્તતા, નેશનલ સિક્યુરિટી અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ના ઇન્ટરેસ્ટ્સ નું રક્ષણ કરીને યુએસ જેવી સુપરપાવર સામે દ્રઢ અને બેલેન્સ્ડ ફોરેન પોલિસી એડોપ્ટ કરવી અત્યંત જરૂરી બની રહે છે. ભારત અમેરિકા કે અન્ય કોઈ પણ સુપરપાવર દેશના પ્રેશરમાં આવ્યા વગર પોતાની વિદેશ નીતિ, ડિફેન્સ ડીલ્સ અને દેશના હિતના નિર્ણયો સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે લઈ રહ્યુ છે.
