AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર ઝડપાયો, બેંગલુરુના IT એન્જિનિયર પર કરોડોની ખંડણી માગવાનો આરોપ

ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ, ફિલ્મ હસ્તીઓ સામે ધમકીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન પછી, આયુષ્માન ખુરાનાને પણ તાજેતરમાં એક ધમકીભર્યો ઓડિયો ક્લિપ મળ્યો હતો, જેના પગલે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીની ઓળખ વૈભવ મિશ્રા તરીકે કરવામાં આવી છે.

Breaking News: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર ઝડપાયો, બેંગલુરુના IT એન્જિનિયર પર કરોડોની ખંડણી માગવાનો આરોપ
| Updated on: Nov 05, 2026 | 9:43 AM
Share

બોલિવૂડ કલાકારોને ધમકી આપીને કરોડો રૂપિયાની ખંડણી માગવાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. અભિનેતા આયુષ્માન ખુરાના અને તુષાર કપૂર સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીભર્યા ઓડિયો મેસેજ મોકલવાના આરોપમાં બેંગલુરુના એક IT એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ વૈભવ મિશ્રા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી IT ક્ષેત્રમાં કામ કરે છે અને તેણે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવીને કલાકારોને ધમકી આપી હોવાનો આરોપ છે. આ મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.

આયુષ્માન ખુરાના પાસે કરોડોની માગણી

મળતી માહિતી અનુસાર, આયુષ્માન ખુરાનાને તાજેતરમાં એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો અને અભિનેતા પાસે કરોડો રૂપિયાની માગણી કરી હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઓડિયો મેસેજમાં સંભળાતા અવાજના નમૂનાઓની સરખામણી કરવામાં આવી રહી હતી. સાથે જ સાયબર સેલ દ્વારા મેસેજ મોકલનારનો મોબાઈલ નંબર અને લોકેશન પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું હતું.

તુષાર કપૂર પાસે માગ્યા હતા રૂ.5 કરોડ

આયુષ્માન ખુરાના ઉપરાંત અભિનેતા તુષાર કપૂરને પણ અગાઉ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં મોકલનારે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હેરી બોક્સર તરીકે આપી હતી અને તુષાર કપૂર પાસે રૂ.5 કરોડની ખંડણી માગી હતી. તુષાર કપૂરે આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલને સોંપવામાં આવી હતી.

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ બોલિવૂડમાં ફફડાટ

ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબરના રોજ અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવીને ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં ટાઈગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો, જ્યારે તેનો ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં 2 નવેમ્બર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 27 ઓક્ટોબરે આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

સલમાન, આમિર અને અક્ષય સહિતના કલાકારોની જાસૂસી

તપાસ દરમિયાન અન્ય એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ટાઈગર શ્રોફને નિશાન બનાવતા પહેલાં બોલિવૂડના કેટલાક કલાકારોની જાસૂસી કરી હોવાનો ખુલાસો કર્યો હતો. તેમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવા કલાકારોનાં નામ સામે આવ્યાં હતાં. બીજી તરફ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારતી સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી. હવે વૈભવ મિશ્રાની ધરપકડ બાદ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ એકલા હાથે આ કૃત્ય કર્યું હતું કે તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગનો હાથ છે. આ ઉપરાંત અન્ય કેટલા કલાકારોને તેણે ધમકી આપી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો- Breaking News : અમેરિકાની ચૂંટણીના પરિણામો આવતાં જ ક્રૂડ ઓઈલમાં 10% નો કડાકો! સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">