શું બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? કોણ છે અસલી માસ્ટરમાઈન્ડ- વાંચો
ભારતમાં લોકતાંત્રિક વિરોધના નામે થઈ રહેલા આંદોલનો પાછળ શું વિદેશી ષડયંત્ર છે? પ્રશાંત ભૂષણનું 'રિજીમ ચેન્જ' નિવેદન, નેહા બોરાનું બાંગ્લાદેશ કનેક્શન અને 'વન પીસ' પ્રતીક શાસન પ્રણાલી સામે બળવાનો સંકેત આપે છે. બાંગ્લાદેશ મોડેલની જેમ, ભારતમાં પણ વિદેશી તાકતો દ્વારા અરાજકતા ફેલાવી સત્તા પરિવર્તનનો પ્રયાસ થતો હોવાની શંકાઓ ઘેરી બની છે.

ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભારતમાં ચાલી રહેલા યુવા આંદોલનોને વિદેશમાંથી (ખાસ કરીને અમેરિકા તરફ સંકેત કરીને) ભંડોળ મળી રહ્યું છે. તેમના મતે, પડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ અસ્થિરતા ઊભી કરવાનું આ એક વ્યવસ્થિત બાહ્ય કાવતરું હોઈ શકે છે. સાલવેએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે દેશમાં કેટલીક ગતિવધિઓ માટે વિદેશી ફન્ડીંગ ઉપલબ્ધ કરાવાઈ રહ્યુ છે. કેટલાક સમૂહો ભારત સરકારને આગળ વધતા રોકવાની કોશિષ કરી રહ્યા છે. તેમણે પ્રદર્શનો માટે ધનના સ્ત્રોત પર પણ સવાલ ઉઠાવ્યો. પડોશી દેશોમાં રાજનીતિક ઘટનાક્રમની તુલના કરતા તેમણે વિદેશી તાકતોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. જોકે તાજેતરમાં પ્રશાંત ભૂષણનું રિજીમ ચેન્જનું ખુલ્લેઆમ સમર્થન નેહા બોરા બાંગ્લાદેશના આંદોલનથી પ્રેરિત હોવાની કબૂલાત, નેપાળમાં આંદોલન સમયે વનપીસ એનિમ વાળુ ટીશર્ટ પહેરીને જે સંકેત અપાયો છે તેના પરથી લાગી રહ્યુ છે કે આ આંદોલન હવે જનહિતનું ન રહેતા ક્યાંકને ક્યાંક...
