AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારત બનશે સોલાર મેન્યુફેક્ચરિંગનું મોટું કેન્દ્ર ? 2047 સુધીમાં 32 લાખ રોજગારી અને 89 અબજ ડૉલરના રોકાણની શક્યતા

વિશ્વના ઉર્જા બજારમાં ભારત એવો કયો મોટો દાવ રમવા જઈ રહ્યું છે જેનાથી ચીન સહિતના દેશો પરની નિર્ભરતા સાવ ખતમ થઈ જશે? લાખો યુવાનોને રોજગારી અને અબજો ડૉલરનું રોકાણ લાવનાર 'વિઝન 2047' રિપોર્ટમાં આખરે એવો શું રોડમેપ દર્શાવવામાં આવ્યો છે? જાણો આ મોટા પ્લાનની અંદરની વિગતો.

| Updated on: Nov 04, 2026 | 6:03 PM
Share
ભારત વર્ષ 2047 સુધીમાં સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશ્વનું મોટું હબ બની શકે છે. ઇન્ડિયન સોલાર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) ના એક અહેવાલ મુજબ, આ ક્ષેત્રમાં 32.3 લાખ નવી નોકરીઓનું સર્જન થઈ શકે છે અને આશરે 89 અબજ ડૉલરનું નવું રોકાણ આવવાની શક્યતા છે. આનાથી વિદેશી આયાત શૂન્ય થશે અને ભારતની નિકાસમાં ધરખમ વધારો થશે.

1 / 11
ISMA દ્વારા જાહેર કરાયેલા ‘વિઝન 2047: સોલાર મેન્યુફેક્ચરિંગ ફ્રોમ પોલીસિલિકોન ટુ પાવર પ્લાન્ટ’ નામના રિપોર્ટ અનુસાર, ભારતે માત્ર સોલાર પેનલ એસેમ્બલ કરવા સુધી સીમિત રહેવાને બદલે તેના તમામ મુખ્ય ઘટકોનું ઉત્પાદન દેશમાં જ કરવું પડશે. જેમાં પોલીસિલિકોન, ઇંગોટ, વેફર, સોલાર સેલ અને મોડ્યુલ્સ સામેલ છે. આ પગલાથી આયાત પર નિર્ભરતા ઘટશે અને ભારતીય કંપનીઓને વૈશ્વિક કમાણીનો મોટો હિસ્સો મળશે.

2 / 11
2047 સુધીમાં સોલાર ક્ષમતામાં કેટલો વધારો થશે? રિપોર્ટ અનુસાર, વર્ષ 2047 સુધીમાં ભારતની કુલ સ્થાપિત સોલાર વીજ ઉત્પાદન ક્ષમતા 2,275 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. તે જ સમયે, સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 3,266 ગીગાવોટ, સોલાર સેલ 2,796 ગીગાવોટ અને ઇંગોટ-વેફરની ક્ષમતા 2,479 ગીગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે. પોલીસિલિકોન ઉત્પાદન ક્ષમતા પણ 2,156 ગીગાવોટ સુધી વિસ્તરી શકે છે.

3 / 11
અંદાજ છે કે આગામી 10 વર્ષમાં ભારત સોલાર ઉત્પાદનના તમામ મહત્વપૂર્ણ ભાગોમાં સ્થાનિક જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા મેળવી લેશે, જેનાથી સ્થાનિક પ્રોજેક્ટ્સની સાથે સાથે નિકાસ વધારવામાં પણ ભારે મદદ મળશે.

4 / 11
32 લાખથી વધુ રોજગારીની નવી તકો: સોલાર મેન્યુફેક્ચરિંગના વિસ્તરણથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓની સંખ્યા હાલમાં આશરે 4.1 લાખ છે, જે વધીને 2030 સુધીમાં 8.1 લાખ અને 2047 સુધીમાં 32.3 લાખ સુધી પહોંચી શકે છે. પ્લાન્ટમાં સીધું કામ કરતા કર્મચારીઓની સંખ્યા પણ હાલના 1.4 લાખથી વધીને 11.1 લાખ થઈ જશે. ખાસ વાત એ છે કે લગભગ 68 ટકા પ્રત્યક્ષ નોકરીઓ સોલાર સેલ, વેફર અને પોલીસિલિકોન જેવા પ્રારંભિક ઉત્પાદન તબક્કાઓમાં જ ઊભી થશે.

5 / 11
89 અબજ ડૉલરના રોકાણની જરૂરિયાત: રિપોર્ટ મુજબ, સ્થાનિક સપ્લાય ચેઈન વિકસાવવા માટે 2047 સુધીમાં આશરે 89 અબજ ડૉલરના નવા રોકાણની જરૂર પડશે. આ માટે 2027 થી 2047 દરમિયાન દર વર્ષે સરેરાશ 4.3 અબજ ડૉલરનું રોકાણ કરવું પડશે, જેનો આશરે 70 ટકા હિસ્સો પોલીસિલિકોન, વેફર અને સેલ ઉત્પાદનમાં વપરાશે.

6 / 11
સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ જૂન 2026 સુધીમાં આશરે 8.4 અબજ ડૉલરનું રોકાણ આકર્ષિત થઈ ચૂક્યું છે. રિપોર્ટ અનુસાર, સરકાર દ્વારા અપાયેલા દરેક 1 ડૉલરના પ્રોત્સાહન સામે આશરે 4 ડૉલરનું ખાનગી રોકાણ પ્રાપ્ત થયું છે.

7 / 11
2041 સુધીમાં સોલાર ઘટકોની આયાત શૂન્ય થવાનો અંદાજ: સ્થાનિક ઉત્પાદન વધવાથી વિદેશી સાધનો પરની નિર્ભરતા ઘટશે. હાલમાં ભારતનું વાર્ષિક સોલાર આયાત બિલ આશરે 4.4 અબજ ડૉલર છે, જે વિઝન 2047 ના અમલીકરણથી વર્ષ 2041 સુધીમાં ઘટીને શૂન્ય થઈ શકે છે. આ ઉપરાંત, વર્ષ 2047 સુધીમાં વિશ્વમાં સોલાર મોડ્યુલના કુલ સપ્લાયમાં ભારતનો હિસ્સો 26.5 ટકા થઈ શકે છે, જે હાલની નીતિઓ મુજબ 2030 સુધીમાં 5.9 ટકા રહેવાનો અંદાજ હતો.

8 / 11
લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારે શું કરવું પડશે? ISMA ના મહાસચિવ અમિત મનોહરના જણાવ્યા અનુસાર, આ લક્ષ્ય પાર પાડવા સરકારનો સતત નીતિગત સહયોગ, સ્થિર માંગ અને શરૂઆતના તબક્કાઓમાં રોકાણ અનિવાર્ય છે.

9 / 11
અહેવાલમાં ALMM (Approved List of Models and Manufacturers) ના નિયમો સમયસર લાગુ કરવા, PLI પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા અને રૂફટોપ તથા કૃષિ સોલાર યોજનાઓનો વ્યાપ વધારવાની ભલામણ કરાઈ છે. આ સાથે સોલાર મશીનરીનું સ્થાનિક ઉત્પાદન, કર્મચારીઓને ટેકનિકલ તાલીમ, નવી સેલ ટેકનોલોજી અને જૂની સોલાર પેનલ્સના રિસાઇકલિંગ માટે માળખું તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

10 / 11
આયોજન મુજબ, 2030 સુધીમાં સોલાર સેલ, 2035 સુધીમાં વેફર અને ત્યારબાદ સમગ્ર સોલાર સપ્લાય ચેઇન દેશમાં જ સ્થાપિત કરાશે, જેનાથી ભારત માત્ર મોટો ઉપભોક્તા જ નહીં પરંતુ વિશ્વને સોલાર સાધનો પૂરા પાડનાર મોટો નિકાસકાર પણ બનશે.

11 / 11

Wind Turbine : 1 ટનનું AC ચલાવવા કેટલું મોટું ટર્બાઇન જરૂરી? રોકાણ કરતાં પહેલાં જાણો વાસ્તવિક ગણતરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">