AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

05 નવેમ્બરના મહત્વના સમાચાર : બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાઈ મેગા ડ્રાઇવ, રૂ. 11.79 લાખનું 1,845 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2026 | 8:44 PM
Share

આજે 05 નવેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

05 નવેમ્બરના મહત્વના સમાચાર : બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાઈ મેગા ડ્રાઇવ, રૂ. 11.79 લાખનું 1,845 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરાયું

આજે 05 નવેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Nov 2026 08:21 PM (IST)

    કોડીનારના છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી રદ કરી અન્ય ગામમાં ફાળવાતા ગ્રામ્યજનોમાં રોષ

    ગીર સોમનાથ કોડીનારના છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી રદ કરીને નગડલા ગામે માધ્યમિક શાળા ફાળવાતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે. શાળાની મંજૂરી ગામમાં પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું. મંજૂરી રદ કરવાના કારણોની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે.

  • 05 Nov 2026 07:41 PM (IST)

    બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાઈ મેગા ડ્રાઇવ, રૂ. 11.79 લાખનું 1,845 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરાયું

    દિવાળી પૂર્વે બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે તંત્ર એક્શન મોડમાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં મીઠાઈ, નમકીન અને ઘીના વેપારીઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મીઠાઈ-નમકીન સહિત ખાદ્યપદાર્થોના 102 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. 1,845 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો તંત્રએ કર્યો સીઝ. સીઝ કરાયેલા ઘીની કિંમત અંદાજે ₹11.79 લાખ થાય છે. મોબાઈલ ફૂડ સેફ્ટી વાન દ્વારા 187 ખાદ્યપદાર્થોના સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ. 465 કિલો બિનઆરોગ્યપ્રદ નમકીન અને અન્ય ખાદ્યચીજોનો કરાયો નાશ. 102 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યતેલ પણ સ્થળ પર જ નષ્ટ કરાયું. કુલ 75,750ની બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો કરાયો નાશ. દિવાળીના તહેવારોમાં લોકોને શુદ્ધ અને સલામત ખાદ્યસામગ્રી મળે તે માટે તંત્રની કાર્યવાહી.

  • 05 Nov 2026 07:32 PM (IST)

    સાબર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે 6 નવેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી હાલ પુરતી મૌકુફ

    સાબરકાંઠા જિલ્લામાં આવેલ સાબર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે આવતીકાલ 6 નવેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી હાલ પુરતી મૌકુફ રાખવામાં આવી છે. આ અંગેની જાહેરાત સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી દ્વારા કરવામાં આવી છે.

  • 05 Nov 2026 07:23 PM (IST)

    મોરવા હડફના અગરવાડા ખાતે એક્ટિવા અને ઇકો વચ્ચે અકસ્માત, 3ના મોત

    પંચમહાલના મોરવા હડફના અગરવાડા ખાતે એક્ટિવા અને ઇકો વચ્ચે થયો અકસ્માત. અક્સ્માતમાં એક્ટિવા સવાર ત્રણ યુવકના નીપજ્યા મોત. મૃતકો સંતરામપુરના ડોળી લીમડી ગામના હોવાની પ્રાથમિક જાણકારી. મોરવા હડફ પોલીસે મૃતકોના સ્વજનો સંપર્ક કરવા કર્યો પ્રયાસ. સંતરોડ સંતરામપુર મુખ્ય માર્ગ પર બની અકસ્માતની ઘટના.

  • 05 Nov 2026 06:18 PM (IST)

    અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ 2માં આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી આગ

    અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ 2 મોદી પ્લાસ્ટ ફેક્ટરીમાં આગની ઘટના. ફેક્ટરી નજીક કોમન પ્લોટમાં કચરો સળગાવ્યો હતો. આ સમયે કચરાની આગ ફેક્ટરીમાં લપેટાઈ ને આગ લાગી. પ્લાસ્ટિક અને પેકેજીંગ બનાવવાની ફેક્ટરી હતી. બે ગજરાજ સહિત 4 ફાયરની ગાડી દ્વારા આગ કાબુમા લીધી. આગ લાગતાં જ ફેક્ટરીના કર્મચારી તરત ફાયર સ્ટેશન પહોચ્યા હતા. જે બાદ ફાયર વિભાગ પહોંચી આગને કાબુ લીધી હતી. હાલ આગને કાબુમા લીધા બાદ કુલિંગ પ્રોસર કરવામાં આવી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરાશે.

  • 05 Nov 2026 06:14 PM (IST)

    અમદાવાદના બોપલ ઘુમામાં નવી સ્ટોર્મ વોટર નાખવામાં આવશે

    અમદાવાદના બોપલ ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાઓનો થશે નિકાલ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોપલ ઘુમા પાસે નવી સ્ટોર્મ વોટર નાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલી સૂચનાઓનું કરાશે પાલન. દિવાળી બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે. રૂપિયા 32 કરોડના ખર્ચ નાખવામાં આવશે સ્ટોર્મ વોટર લાઈન.

  • 05 Nov 2026 05:36 PM (IST)

    દિવાળી પહેલાં સુરેન્દ્રનગરમાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ પર તંત્રની વિશેષ ડ્રાઇવ, 10 પેઢીને ફટકારાઈ નોટિસ

    સુરેન્દ્રનગરમાં દિવાળી પહેલાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ પર તંત્રની વિશેષ ડ્રાઇવ. મીઠાઈ, ફરસાણ અને નમકીનની 60 પેઢીમાં તપાસ. અલગ-અલગ ખાદ્ય પદાર્થોના 97 નમૂના લેવામાં આવ્યા. 80 કિલો વાસી અને અખાદ્ય મીઠાઈ-ફરસાણનો જથ્થો નાશ કરાયો. 171 કિલો મીઠાઈનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરાયો. સીઝ કરાયેલા મીઠાઈના જથ્થાની કિંમત રૂ. 29,949. નિયમોનું ઉલ્લંઘન કરતી 10 પેઢીઓને નોટિસ ફટકારાઈ. ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર જ 40 નમૂનાઓનું ટેસ્ટિંગ. ચોટીલા અને લખતરના સરકારી અનાજ ગોડાઉનમાં પણ તપાસ. ઘઉં, ચોખા, ચણા, મીઠું અને તુવેરદાળના નમૂના લેવાયા. ડિમાર્ટ અને બ્લિંકિટ સહિત 10 શોપિંગ મોલની તપાસ. તમામ નમૂનાઓ ભુજ-કચ્છની સરકારી લેબોરેટરીમાં મોકલાયા. સુરેન્દ્રનગર અને ચોટીલામાં 200થી વધુ વેપારીઓને તાલીમ અપાઈ. વેપારીઓને વિનામૂલ્યે હાઇજીન કિટ અને ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ અપાયાં.

  • 05 Nov 2026 05:06 PM (IST)

    ભાવનગર એસટી સ્ટેન્ડ ખાતે કાજલ બારૈયાને નિર્દયતાપૂર્વક માર મારીને હત્યા કરનાર ફૈઝલ ખાટકીને અંતિમ શ્વાસ સુધીની ફટકારાઈ સજા

    ભાવનગરના સૌથી ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસના આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધીની ફટકારાઈ સજા. આરોપી ફૈઝલ ને અંતિમ શ્વાસ સુધી ની ફટકારવામાં આવી સજા. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.વી બુખારીએ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને ફટકારી સજા. ફૈઝલ ઉર્ફે ખાટકી એ ગત 4- 9- 2026 ના રોજ કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં નિર્દયતા પૂર્વક માર મારી હત્યા કરી હતી. આ બનાવમાં નીલમબાગ પોલીસે 4- 10 ના રોજ સમગ્ર ઘટનાની ચાર્જશીટ 1 મહિનામાં જ કોર્ટમાં દાખલ કરી હતી. કાજલ બારૈયા હત્યા કેસને આજે 62 દિવસ થયા. સમગ્ર પ્રકરણમાં ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે.

  • 05 Nov 2026 05:00 PM (IST)

    ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિની કરી જાહેરાત, વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા વિના જ કારકિર્દીનો આવ્યો અંત

    પોર્ટુગલના કેપ્ટન અને દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ (Cristiano Ronaldo) આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં છઠ્ઠી વખત ફિફા (FIFA) વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, પરંતુ ફરી એકવાર ટાઇટલ જીતવાનું તેમનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.

  • 05 Nov 2026 04:42 PM (IST)

    વાંચ પાસે ખુલ્લામાં ફેકી દિધેલા ફટાકડાના વેસ્ટમાં લાગી આગ, 2 બાળકો દાઝ્યા

    અમદાવાદમાં, ખુલ્લામાં ફેંકી દીધેલાં ફટાકડાનાં વેસ્ટમાં આગ લાગતાં 2 બાળકો દાઝ્યા. વાંચ ગામથી આગળ હાઇવે પર ફેંકેલા ફટાકડાનાં વેસ્ટમાં લાગી આગ. ફટાકડાં શોધતા સમયે આગ લાગતાં 2 બાળકો દાઝ્યા. દાઝી જવાની ઘટનામાં એક બાળક ગંભીર રીતે દાઝી ગયો.  વિવેકાનંદનગર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. દાઝી ગયેલાં બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. દાઝી ગયેલાં છોકરાઓ ગતરાડ ગામનાં હોવાનું આવ્યુ સામે. ફટાકડાંનો વેસ્ટ ખુલ્લામાં મુકતા બનેલી ઘટનાને લઇને સવાલો.

  • 05 Nov 2026 04:10 PM (IST)

    કલેકટરે શાળાની લીધી ઓચિંતી મુલાકાત, મધ્યાહન ભોજન યોજનામાં સામે આવી ગેરરીતિ, નાયબ મામલતદારને સસ્પેન્ડ 

    અરવલ્લી જિલ્લામાં કલેક્ટર મિલિન્દ બાપનાની આકસ્મિક મુલાકાત દરમિયાન સામે આવેલ મધ્યાહન ભોજનમાં ખામીને લઈ કાર્યવાહી કરાઈ છે. કલેકટરે,  ધનસુરા પ્રાથમિક શાળા નં-1 આકસ્મિક મુલાકાત લીધી હતી. તે સમયે મધ્યાહન ભોજનમાં ગેરરીતિ સામે આવી હતી. શાળા અને મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ સામે આવી હતી. મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ બદલ કલેક્ટરની કાર્યવાહી. નાયબ મામલતદારને ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરવા કાર્યવાહી કરાઈ. શાળાના મધ્યાહન ભોજન સંચાલકને પણ દૂર કરવા આદેશ કરાયો.

  • 05 Nov 2026 03:33 PM (IST)

    પરપ્રાંતના ગુનેગારો માટે ગુજરાત સ્વર્ગ ! ઉત્તરપ્રદેશમાં કરોડોની લૂંટના આરોપી પાટણથી ઝડપાયા

    ઉત્તર પ્રદેશમાં થયેલ કરોડોની લૂંટનો ભેદ પાટણ પોલીસે ઉકેલી નાખ્યો છે. પાટણ LCB એ 3 આરોપીને સિદ્ધપુર હાઇવે નજીકથી દબોચી લીધા છે. બાતમી આધારે LCB એ સિદ્ધપુર હાઇવે પર ગોઠવી હતી વોચ. કારમાં નીકળેલા ૩ શખ્સોને LCB એ ઝડપી પાડ્યા. ઝડપાયેલા 3 શખ્શો પાસેથી લૂંટના 74 લાખ પણ કબજે કર્યા. લખનઉ જિલ્લાના આશિયાના પો.સ્ટે. વિસ્તારમાં થઈ હતી લૂંટ. કમલેશ શાહ નામના વ્યક્તિ સાથે બની હતી લૂંટની ઘટના. પાટણ LCB એ ઉત્તર પ્રદેશમાં થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો.

  • 05 Nov 2026 03:20 PM (IST)

    SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં શરૂ કરાશે SSR, જાન્યુઆરી 2027માં જાહેર કરાશે અંતિમ મતદારયાદી

    કેન્દ્રીય ચૂંટણી પંચે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ‘સ્પેશિયલ સમરી રિવિઝન’ (SSR) માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. 30 નવેમ્બર, 2026ના રોજ મુસદ્દા મતદાર યાદી (ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલ) પ્રસિદ્ધ કરવામાં આવશે અને 21 જાન્યુઆરી, 2027ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

  • 05 Nov 2026 02:51 PM (IST)

    આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, પાણીમાં ફસાયેલા 22 લોકોને ક્રેનની મદદથી બચાવાયા

    આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. એલુરુના રૌથુગુડમ વિસ્તારમાં નિર્માણાધીન નેશનલ હાઈવેના પુલ નજીક પૂરના પાણીમાં 22 લોકો ફસાઈ ગયા હતા. અંધારી રાત અને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાના કારણે બચાવ કામગીરી પડકારજનક બની હતી. જોકે, પોલીસે ક્રેનની મદદથી તમામ 22 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ ઘટનાને પગલે ભારે વરસાદ દરમિયાન નદી અને પાણીના પ્રવાહથી દૂર રહેવા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

  • 05 Nov 2026 02:11 PM (IST)

    અમરેલીના બાબરામાં કાર અને ST બસ વચ્ચે અકસ્માત, એકનું મોત

    અમરેલી જિલ્લાના બાબરામાં કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાબરાના ચરખા નજીક ઈકો કાર અને ગારિયાધાર-રાજકોટ રૂટની ST બસ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 05 Nov 2026 10:57 AM (IST)

    સુરતના હજીરામાં L&T કંપનીમાં દુર્ઘટના, 51 ફૂટ ઊંચાઈથી પટકાતા શ્રમિકનું મોત

    સુરતના હજીરા વિસ્તારમાં આવેલી L&T કંપનીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંપનીમાં કામ દરમિયાન 51 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાતા 25 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ ક્રિશા તરીકે થઈ છે, જે કંપની થકી કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. શ્રમિક જૂના પતરા કાઢીને નવા પતરા ચઢાવવાની કામગીરી કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે શ્રમિકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ, પરિવારે કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે. કામ દરમિયાન જરૂરી સેફ્ટીનાં સાધનો અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરી પરિવારે ન્યાય અને યોગ્ય વળતરની માગ કરી છે. ઘટનાની જાણ થતાં હજીરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 05 Nov 2026 10:00 AM (IST)

    ભરૂચના ઝઘડિયામાં જેટકોના સબ સ્ટેશનમાં ભીષણ આગ, વીજ પુરવઠો ખોરવાયો

    ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં જેટકોના 66 KB રાંદેરી સબ સ્ટેશનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સબ સ્ટેશનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ, સબ સ્ટેશનમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.

  • 05 Nov 2026 09:35 AM (IST)

    અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના, બે લોકોનાં મોતથી ચકચાર

    અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પા શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરમાં આવેલી સિટી બેંકના કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે લોકોનાં મોત થયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, સુરક્ષા ગાર્ડ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. જોકે, ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ સહિતની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 05 Nov 2026 08:32 AM (IST)

    બહુચરાજી માતાજીના મંદિરમાં દાનનો આંકડો 2 કરોડને પાર

    મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરમાં દાનની રકમની ગણતરી દરમિયાન અત્યાર સુધીમાં કુલ દાનનો આંકડો બે કરોડને પાર પહોંચ્યો છે. ગણતરીના સાતમા દિવસે ગોલખમાંથી વધુ રૂ.23.95 લાખની રોકડ રકમ મળી આવી છે. આ સાથે અત્યાર સુધીમાં દાનની કુલ રકમ રૂ.2 કરોડ 7 લાખ થઈ છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી મંદિરમાં દાનની રકમની ગણતરી પ્રક્રિયા ચાલુ રહેશે. CCTV કેમેરાની દેખરેખ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દાનની ગણતરી કરવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ, દાનમાં આવેલી નાની ચલણી નોટો અને પરચૂરણ વેપારીઓને આપવામાં આવશે. માતાજીના ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનને કારણે મંદિરની દાનપેટીમાંથી મોટી રકમ સામે આવી રહી છે.

  • 05 Nov 2026 07:52 AM (IST)

    અમદાવાદમાં સૌરઊર્જાને પ્રોત્સાહન આપવા AMCનો મોટો નિર્ણય,

    અમદાવાદ શહેરમાં સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ધાર્મિક સંસ્થાઓ તેમજ AMCની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી મકાનો માટે પણ સોલાર પેનલ ફરજિયાત બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત ‘સોલાર નહીં તો BU નહીં’નો અભિગમ અપનાવવામાં આવશે. એટલે કે સોલાર પેનલ લગાવ્યા વિના બિલ્ડિંગ યુઝ (BU) પરવાનગી નહીં મળે. સોલાર પેનલ લગાવવા માટે અત્યાર સુધીમાં 345 ધાર્મિક સંસ્થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાંથી 200 ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પહેલથી શહેરમાં સ્વચ્છ ઊર્જાના વપરાશને વેગ મળશે અને વીજળીની બચત કરવામાં પણ મદદ મળશે.

  • 05 Nov 2026 07:48 AM (IST)

    ખાનગી બસ સંચાલકોની લૂંટ સામે ST આશીર્વાદરૂપ, તહેવારોમાં મુસાફરોની પહેલી પસંદ બની સરકારી બસ

    દિવાળીના તહેવારો દરમિયાન ખાનગી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી ઊંચા ભાડાં વસૂલવામાં આવતા ST બસ મુસાફરો માટે આશીર્વાદરૂપ બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોમાં વતન જવા માટે મુસાફરોની પહેલી પસંદ સરકારી ST બસ બની છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જવા માટે 2500થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ, ધારાસભ્ય કિશોર કાનાણીએ મુસાફરોને વધુમાં વધુ સરકારી બસનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ST બસની સુવિધાને લઈને સુરતના રત્નકલાકારો અને અન્ય મુસાફરોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. ખાનગી બસોના ઊંચા ભાડાં વચ્ચે સરકારી બસની સુવિધા સામાન્ય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે.

  • 05 Nov 2026 07:46 AM (IST)

    દિવાળી પહેલા જનતાને મોંઘવારીનો વધુ એક માર, અદાણી CNGના ભાવ રૂ.100ને પાર

    દિવાળીના તહેવાર પહેલા જ જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.2.30નો વધારો ઝીંકવામાં આવતા અદાણી CNGનો નવો ભાવ રૂ.100.77 થયો છે. આ ભાવ વધારા સાથે જ CNGના ભાવ રૂ.100ને પાર પહોંચ્યા છે. CNGના ભાવમાં વધારાની સીધી અસર વાહનચાલકોના ખિસ્સા પર પડશે. ખાસ કરીને CNGથી ચાલતા ઓટો રિક્ષાચાલકોનો ખર્ચ વધશે, જેના પગલે આગામી દિવસોમાં ઓટો રિક્ષાનાં ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા છે. આમ, દિવાળીના તહેવાર પહેલા જ મોંઘવારીના વધારાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ શકે છે.

Published On - Nov 05,2026 7:43 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">