Breaking News: એક પછી એક સ્ટાર ગેંગસ્ટરના નિશાને, હવે આયુષ્માન ખુરાનાને મળી ‘ધમકી’
બોલિવૂડમાં અત્યારે ખોફનો માહોલ છવાયેલો છે. એક પછી એક દિગ્ગજ સિતારાઓ ગેંગસ્ટરના નિશાના પર આવી રહ્યા છે. મુંબઈમાં ટાઈગર શ્રોફ પર હુમલા બાદ હવે એક્ટર આયુષ્માન ખુરાના પણ ગેંગસ્ટરોના રડાર પર આવી ગયો છે.

બોલિવૂડમાં આજકાલ સ્ટાર્સની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. એક્ટર ટાઈગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટના બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવવા અને ધમકીઓ મળવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. હવે આ મામલામાં એક્ટર આયુષ્માન ખુરાનાનું નામ પણ જોડાઈ ગયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો છે. મેસેજ સામે આવ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિયો મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું. કથિત રીતે તેણે આયુષ્માન ખુરાના પાસે કરોડો રૂપિયાની માંગણી પણ કરી હતી. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે, ધમકી આપનાર વ્યક્તિ વાસ્તવમાં કોઈ ગેંગ સાથે જોડાયેલો છે કે નહીં?
Bollywood actor #AyushmannKhurrana has reportedly received a threatening audio clip from an individual claiming to be associated with the #LawrenceBishnoigang and demanding crores of rupees. According to reports citing police sources, authorities are investigating the recording and verifying the caller’s claimed identity by comparing the voice with samples available in police records.
The development comes amid recent security concerns involving celebrities, including a firing incident involving Tiger Shroff and a similar threatening audio message received by Tusshar Kapoor.
#rp15 #zoomtrends #bollywoodnews
— @zoomtv (@ZoomTV) November 4, 2026
ઓડિયો ક્લિપનું વોઈસ સેમ્પલ સાથે ‘મેચિંગ’?
તપાસ દરમિયાન પોલીસ ઓડિયો ક્લિપમાં સાંભળેલા અવાજને તે જ નામના આરોપીના અવાજના નમૂના સાથે મેચ કરી રહી છે, જેનું રેકોર્ડિંગ પોલીસ પાસે પહેલેથી જ ઉપલબ્ધ છે. તપાસકર્તાઓનો હેતુ એ શોધવાનો છે કે, ઓડિયોમાં સંભળાતો અવાજ તે જ વ્યક્તિનો છે કે પછી કોઈ અન્ય વ્યક્તિએ તેની ઓળખનો ઉપયોગ કર્યો છે?
હાલમાં પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, ધમકી આપનારે જે ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે, તેનો તેની સાથે કોઈ વાસ્તવિક સંબંધ છે કે નહીં?
Bollywood actor Ayushmann Khurrana has received a threatening audio message in which the sender claimed to be associated with the Lawrence gang and demanded crores of rupees. Police are verifying the sender’s claimed identity by comparing the audio with recordings of a person with the same name in their records: Mumbai Police Sources
— IANS (@ians_india) November 4, 2026
IT એન્જિનિયર પકડાયો, મુંબઈ પોલીસને મોટી સફળતા
બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાને ધમકી મળવાના મામલામાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિનેતાને ધમકીભર્યો મેસેજ મોકલનાર આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી છે.
આરોપીની ઓળખ વૈભવ મિશ્રા તરીકે થઈ છે, જે વ્યવસાયે IT એન્જિનિયર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં રહેતા ફિલ્મી સ્ટાર્સને અલગ-અલગ રીતે ધમકાવી રહ્યો હતો. આ મામલામાં અભિનેતા તુષાર કપૂરનું નામ પણ સામે આવ્યું છે, જેને પણ ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો.
બેંગલુરુથી પકડાયો આરોપી
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે IT એન્જિનિયર વૈભવ મિશ્રાને બેંગલુરુથી કસ્ટડીમાં લીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ આયુષ્માન ખુરાના ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મી સ્ટાર્સને નિશાનો બનાવી રહ્યો હતો. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, તેણે કયા-કયા લોકોને ધમકીઓ આપી હતી અને તેની પાછળ તેનો હેતુ શું હતો?
