AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસું ગયું, ઠંડીના બદલે ગરમીનો કહેર! આખરે ઓક્ટોબરમાં કેમ પડી રહી છે આટલી ગરમી? – વાંચો

સામાન્ય રીતે તો ઓક્ટોબર મહિનામાં ગરમી ઓછી થવા લાગે છે અને ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષનો મંજર કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. અત્યારે હજુ પણ અનેક ઘરોમાં AC ચાલી રહ્યા છે. લોકો ફ્રીઝનું ઠંડુ પાણી પી રહ્યા છે. એવુ લાગી રહ્યુ છે જાણે ગરમી આ વર્ષે વિદાય લેવાના મૂડમાં નથી. યા તો એમ કહો કે ઋતુચક્ર રિવર્સ ગિયરમાં ચાલી રહ્યુ છે. ચોમાસાએ તો સપ્ટેમ્બરથી જ વિદાય લઈ લીધી છે પરંતુ ચોમાસા બાદ શિયાળો શરૂ થવાને બદલે ફરી ઉનાળાએ દસ્તક દીધી હોય તેવુ વાતાવરણ છે. ત્યારે અનેક લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે આવુ કેમ થઈ રહ્યુ છે?- વાંચો

ચોમાસું ગયું, ઠંડીના બદલે ગરમીનો કહેર! આખરે ઓક્ટોબરમાં કેમ પડી રહી છે આટલી ગરમી? - વાંચો
| Updated on: Oct 13, 2026 | 6:21 PM
Share

હાલ ચોમાસા એ વિદાય લઈ લીધી છે અને સામાન્ય રીતે ઓક્ટોબર આવતા સુધીમાં ગરમી પણ ઓછી થઈ જાય છે અને ઠંડી અનુભવવા લાગે છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં વધુ ગરમી અનુભવાઈ રહી છે.  ત્યારે ગરમીથી ત્રાસેલા વ્યક્તિને એક જ સવાલ છે કે આખરે આ ગરમી જવાનું નામ કેમ નથી લઈ રહી તો તેનો જવાબ છે ‘અલ નિનો ઈફેક્ટ’.  અલ નિનો સમુદ્રને ગરમ કરી રહ્યો છે અને ધરતી પરનું તાપમાન વધારી રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં ભારત માટે કેટલી એલાર્મિગ સ્થિતિ છે તેના વિશે જાણીએ.

ઓછુ વેસ્ટર્ન ડિસ્ટર્બેન્સ

વેસ્ટર્ન ડિસ્ટર્બેન્સ ઋતુઓની એક એવી પ્રણાલી છે જે સામાન્ય રીતે ભૂમધ્યસાગરીય વિસ્તારોમાં બને છે. તે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડક અને વરસાદ લાવી શકે છે. જ્યારે ઓક્ટોબરની શરૂઆતમાં તેની ગતિવિધિ નબળી પડે છે તો વાદળ, વરસાદ અને ઠંડી હવાથી તાપમાન ઓછુ થવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. ખાસ કરીને શહેરીકરણ ને કારણે શહેરોમાં આ સ્થિતિ વધુ અનુભવાય છે. ઊંચી કોંક્રીટની ઈમારતો, સડકો અન પાક્કી છતો સૂરજની ગરમી શોષી લે છે. આ સાથે જ સૂરજ ડૂબ્યા બાદ ધીમે ધીમે તેને છોડે છે.

સપ્ટેમ્બરમાં વરસાદ ન પડવાથી ભેજ એ ગરમીનું સ્વરૂપ લઈ લીધુ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઓક્ટોબરની શરૂઆતમાં તાપમાન થોડુ ઘટ્યુ હતુ અને એવુ લાગી રહ્યુ હતુ કે શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે પરંતુ મૌસમે મિજાજ બદલ્યો અને બફારો જોવા મળી રહ્યો છે. તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સુધી જઈ રહ્યું છે. જેના કારણે ગરમી ઘણી મહેસૂસ થઈ રહી છે. આ સામાન્યથી વધુ તાપમાન છે. તેનુ કારણ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતના મોટા હિસ્સામાં વરસાદ ન પડવાનું છે. આસમાન ચોખ્ખુ રહ્યુ અને ભેજનું પ્રમાણ વધી ગયુ. જેની અસર હવે ગરમી સ્વરૂપે દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એ ભેજનુ કારણ ઓક્ટોબરની ગરમી છે. ઓક્ટોબર હીટ આ મહિને પડનારી ગરમીને નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ઓક્ટોબરમાં ગરમી થોડી ઓછી રહી છે પરંતુ આ વખતે ચોમાસાએ થોડી વહેલી વિદાય લેતા ઓક્ટોબરમાં તાપમાન વધ્યુ છે.

ઓક્ટોબરમાં ગરમી પડવાનું કારણ આખરે શું છે?

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં શરૂઆતમાં થોડી ગરમી રહે છે અને આ વર્ષે ચોમાસાએ વહેલી વિદાય લેવાને કારણે આ ગરમી થોડી વધુ છે. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન સ્વાસ્થ્ય અંગે પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહે છે. તેનુ કારણ આ મહિનામાં ડબલ ઋતુ અનુભવાય છે. દિવસે તડકો વધુ રહે છે અને ગરમી વધી જાય છે જ્યારે રાત્રે અચાનક તાપમાન નીચુ જાય છે. આવી સ્થિતિમાં બીમાર પડવાનું જોખમ પણ વધી જાય છે.

ચાલુ વર્ષ 2026માં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો

હાલ ચોમાસા એ વિદાય લઈ લીધી છે. છતા પ્રશાંત મહાસાગરમાં ભેજ બનવાનું શરૂ છે. તે ગરમ થઈ રહ્યો છે અને તેની કિંમત ભારતને પણ ચુકવવી પડી શકે છે. આ વર્ષનું ચોમાસુ છેલ્લા 10 વર્ષની સરખામણીએ સૌથી સૂકુ ચોમાસુ રહ્યુ છે. વરસાદ સામાન્ય થી 12.6% ઓછો પડ્યો છે. પરંતુ આ તમામ ઉથલપાથલ પાછળ જે શક્તિ રહેલી છે તે વધુ મજબુત થઈ રહી છે. ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરનો એક વિશાળ હિસ્સો અસામાન્ય રીતે ગરમ થઈ રહ્યો છે. જેને અલનિનો કહેવાઈ રહ્યો છે. સપ્ટેમ્બર મધ્ય આવતા સુધીમાં પ્રશાંત મહાસાગરના મુખ્ય વિસ્તારનું તાપમાન જેનાથી અલનિનોની તાકાત માપી શકાય છે તે સામાન્ય થી 3 ડિગ્રી વધુ પહોંચી ગયુ છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર એ વાતની આશંકા 75% સુધી છે કે વર્ષના અંત સુધીમાં આ અલનિનો એટલો શક્તિશાળી થઈ જશે જેટલો 1950 થી અત્યાર સુધીમાં કોઈ અલનિનો નથી થયો.

ફેબ્રુઆરી 2027 સુધી રહેશે અલ નિનોની અસર!

ઓક્ટોબર સુધીમાં આ અલનિનો 1982 બાદ આવેલા દરેક મોટા અલનિનોથી આગળ નીકળી ગયો છે. ભારતને તેની અસરની અંદાજ લગાવવા માટે રાહ જોવાની જરૂર નથી. ભારતમાં નોંધાયેલા 18 અલનિનો વર્ષોમાંથી 13 વર્ષમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી ઓછો પડ્યો છે. આ વર્ષે પણ ભારતના 38% હિસ્સામાં ઓછો વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર સુધી દેશનો અડધાથી વધુ હિસ્સો કોઈને કોઈ રીતે દુષ્કાળથી પ્રભાવિત દેખાઈ રહ્યો હતો. કૃષિ મંત્રાલયે નબળા ચોમાસા અને અલનિનો ઈફેક્ટને કારણે 315 જિલ્લાની જોખમવાળા જિલ્લાની યાદીમાં રાખ્યા છે. જેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. જેમા મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ સામેલ છે. સવાલ માત્ર ઓછા વરસાદની નથી પરંતુ ઓછા વરસાદને કારણે સર્જાયેલા જળસંકટનો પણ છે, જેનો જળાશયોમાં જોઈએ તેવો સંગ્રહ થઈ શક્યો નથી. સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતના 178 મુખ્ય જળાશયોમાં માત્ર 70% પાણીનો સંગ્રહ થઈ શક્યો છે.

ચોમાસાએ વિદાય લેવાનો અર્થ જોખમ ટળવાનો નથી, અલનિનોની તાકાત ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધુ પ્રચંડ હોય છે. ત્યારે આશંકા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે અલનિનો શિયાળાની ઋતુ દરમિયાન અત્યંત શક્તિશાળી બનશે. ફેબ્રુઆરી 2027 સુધી તેના બની રહેવાની આશંકા કેટલી છે ? જવાબ છે 100 ટકા.

બેવડી ઋતુના મારને કારણે મૃત્યુનું પ્રમાણ વધશે!

ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબના પૂર્વાનુંમાન અનુસાર ધરતીનું તાપમાન સામાન્ય થી 1.2 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે અને અત્યંત ગરમ દિવસોની સંખ્યા 44% સુધી વધી શકે છે. તાપમાન આવેલા આ વધારાની કિંમત ભારતે માણસોના જીવના ભોગે પણ ચુકવવી પડી શકે છે. રિસર્ચરોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ગરમીને કારણે 15800 લોકોના મૃત્યુ થઈ શકે છે. આ મામલે ભારત દુનિયામાં ચોથા સ્થાને છે. થોડા મહિનાઓ માટે અલનિનો દુનિયાનું તાપમાન એ લેવલ સુધી પણ પહોંચાડી શકે છે જે છેલ્લા 20 વર્ષમાં નહીં અનુભવાયુ હોય. મહાસાગરો ગરમ થઈ રહ્યા છે. પવનની દિશા પણ બદલાઈ છે અને ભારતે હવે તેની અસર માટે તૈયાર રહેવુ પડશે.

શું ટ્રમ્પને હવે ભારતીયોની સફળતા ખટકવા લાગી? PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાથી મૂળ અમેરિકી નાગરિકોને કોઈ લાભ થશે ખરો?- વાંચો

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
g clip-path="url(#clip0_868_265)">