વાયરલ વીડિયો
વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે અને નેટીઝન્સમાં લોકપ્રિય બને છે. વાયરલ વીડિયોને લાખો વ્યૂઝ મળી શકે છે કારણ કે તે ફક્ત YouTube, Instagram, Twitter (હવે X), TikTok, Reddit જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે.
આવા વીડિયો ઈ-મેલ કે અન્ય ચેટ એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે.તમે તેમને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરી શકો છો.
અનઈન્ટેશનલ વાયરલ વીડિયો
આ એવા વીડિયો છે, જેના ક્રિએટર્સને ક્યારેય વાયરલ થવાનો કોઈ ઈરાદો નહોતો. આ વીડિયો કદાચ ક્રિએટર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હોય અથવા મિત્રો દ્વારા શેર કરવામાં આવ્યો હોય અને મલ્ટી-શેરિંગને કારણે ક્લિપ ટ્રેન્ડિંગ બની ગઈ હોય છે.
ફની વાયરલ વીડિયો
આવા વીડિયો ખાસ કરીને લોકોના મનોરંજનના હેતુથી બનાવવામાં આવે છે. જો વીડિયો ફની હોય તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
પ્રમોશનલ વાયરલ વીડિયો
આવા વીડિયો લોકો સુધી માર્કેટિંગ સંદેશ પહોંચાડવાના અથવા તેમનામાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.