AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ટ્રમ્પને હવે ભારતીયોની સફળતા ખટકવા લાગી? PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાથી મૂળ અમેરિકી નાગરિકોને કોઈ લાભ થશે ખરો?- વાંચો

અમેરિકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની વાત આવે ત્યારે ગૂગલના CEO સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, એડોબીના શાંતનુ નારાયણ, IBMના અરવિંદ કૃષ્ણા અને માઈક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા જેવા ભારતીય મૂળના દિગ્ગજોનાં નામ અચૂક સામે આવે છે. આ તમામ એવા વૈશ્વિક ટેક લીડર્સ છે, જેઓ દુનિયાની અગ્રણી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. આ કંપનીઓ માત્ર ટેકનોલોજીનું ભવિષ્ય નથી ઘડી રહી , પરંતુ અમેરિકાની આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમ છતાં, હવે અમેરિકામાં વિદેશી કર્મચારીઓની ભૂમિકા અને ખાસ કરીને ભારતીય ટેલેન્ટને મળતી તકો અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે જે ભારતીય પ્રતિભાએ અમેરિકાને ટેકનોલોજીના વૈશ્વિક નકશા પર મજબૂત સ્થાન અપાવવામાં યોગદાન આપ્યું છે, શું એ જ પ્રતિભા હવે અમેરિકાને ખટકવા લાગી છે?

શું ટ્રમ્પને હવે ભારતીયોની સફળતા ખટકવા લાગી? PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાથી મૂળ અમેરિકી નાગરિકોને કોઈ લાભ થશે ખરો?- વાંચો
| Updated on: Nov 03, 2026 | 3:34 PM
Share

આ સવાલ એટલા માટે કારણ કે તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને અપાતા PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. જેની પાછળ એવો તર્ક આપ્યો કે વિદેશી કર્મચારીઓના કારણે અમેરિકી નાગરિકોના રોજગારના અવસર ઘટી રહ્યા છે. આ જ દલીલના આધારે 8 ઓક્ટોબરે અમેરિકાએ Microsoft, TCS (Tata Consultancy Services), Infosys, Wipro, HCLTech, Cognizant, Capgemini, અને  Adobe જેવી 8 કંપનીને PERM ગ્રીન કાર્ડની કેટેગરીમાંથી બહાર કરી દીધી છે. ટ્રમ્પે સુંદર પિચાઈને ગણાવી અદ્દભૂત ટેલેન્ટ અમેરિકાના રાજકીય નેતૃત્વ તરફથી ભારતીય મૂળના ટેક લીડર્સનાં વખાણ થતાં રહ્યાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુંદર પિચાઈની પ્રશંસા કરી હતી. બીજી તરફ, સત્ય નડેલા જેવા ભારતીય મૂળના નેતાઓ અમેરિકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં અસાધારણ પ્રભાવ ધરાવે છે. આ જ દર્શાવે છે કે પ્રતિભા માત્ર કોઈ એક દેશની સીમાઓમાં બંધાયેલી નથી રહેતી. યોગ્ય તક અને અનુકૂળ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">