AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ, દિવાળીની ચમક પડી ઝાંખી

તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ, દિવાળીની ચમક પડી ઝાંખી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2026 | 5:53 PM
Share

તહેવારો ટાણે મોંઘવારીના બોમ્બથી મધ્યમવર્ગના ખિસ્સા પર ભારણ વધ્યું છે. દિવાળીની ચમક ફિક્કી પડી છે, કારણ કે જીવનજરૂરી ચીજવસ્તુઓ, CNG, પેટ્રોલ-ડીઝલ, અને મીઠાઈઓના ભાવ આસમાને પહોંચ્યા છે. વતન જવાના ભાડા પણ મોંઘા થતા, લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે.

દેશના મધ્યમવર્ગ માટે આ વર્ષે દિવાળીની ચમક થોડી ફિક્કી સાબિત થઈ શકે છે. એકતરફ તમામ ચીજ વસ્તુના ભાવ આસમાને છે. કોઈપણ વસ્તુનું નામ લઈ શકાય તેમ નથી. રોજબરોજની જીવનજરૂરી ચીજ વસ્તુઓ હોય કે દિવાળીના ફટાકડાથી લઈને તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ છે. ઘી, દૂધ, શાકભાજી, દાળ, કઠોળ, સોનું,ચાંદી, CNG, PNG, ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ સહિત તમામે તમામ વસ્તુઓમાં બેફામ ભાવ વધારો ઝીંકાયો છે.

માત્ર એક મહિનાના અંતરાલમાં CNG માં બેવાર ભાવ વધારો કરવામાં આવ્યો અને રૂ. 2.30 ના વધારા સાથે CNG ગેસનો ભાવ 100 રૂપિયા કરી દેવાયો છે. દિવાળીની મીઠાઈઓમાં પણ મોંઘવારીનો બોંબ ફુટ્યો છે. ઘી ના ભાવમાં વધારો થતા મીઠાઈઓ પણ મોંઘી બની છે. આ તરફ અમદાવાદ માં હવે તમે જો ક્યાંય બહાર જશો તો તમારે પાર્કિંગનો પણ ડબલ ચાર્જ ચુકવવો પડશે. અમદાવાદ મ્યુ. કો. દ્વારા પાર્કિંગના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ તરફ ખાનગી બસ સંચાલકો દ્વારા પણ ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી છે જેના કારણે દિવાળીની રજાઓમાં લોકોને વતન જવુ પણ મોંઘુ પડી રહ્યુ છે. બીજી તરફ ફ્લાઈટ ભાડામાં પણ તોતિંગ વધારો થયો હોવાથી લોકોને ફરવા જવાનું પણ વિચારી શકે તેમ નથી.
રોજેરોજ વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. લોકોને હાલ જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે.

ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાનો હુમલો કેટલો ઘાતક? હોર્મુઝથી દુનિયાની તેલ સપ્લાય અને ભારત પર શું થશે અસર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">