AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખોરાક, પાણી, ટોર્ચ તૈયાર રાખો, દુનિયાના 6 થી વધુ દેશોએ તેમના નાગરિકોને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કર્યા સજ્જ- જાણો કેમ?

દુનિયાથી 6 થી વધુ દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી 72 કલાક ચાલે એટલો જીવન જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક તૈયાર રાખવાની સલાહ આપી છે. બ્રિટન, ફ્રાંસ, જર્મની, અમેરિકા, કેનેડા, જાપાન સહિતના દેશોએ તેમના નાગરિકોને ઘરમાં ત્રણ કે તેથી વધુ દિવસ અને કેટલાક દેશોએ એક સપ્તાહ સુધી ચાલે એટલો ઈમરજન્સી સપ્લાય તૈયાર રાખવા સૂચના આપી છે. તેની પાછળ અલગ-અલગ કારણો જણાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ દેશો કેમ તેમના નાગરિકોને આના માટે તૈયાર કરી રહ્યા છે તે મોટો સવાલ છે. આવો જાણીએ.

ખોરાક, પાણી, ટોર્ચ તૈયાર રાખો, દુનિયાના 6 થી વધુ દેશોએ તેમના નાગરિકોને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કર્યા સજ્જ- જાણો કેમ?
| Updated on: Oct 29, 2026 | 9:54 PM
Share

દુનિયાના અનેક દેશોમાં છેલ્લ કેટલાક દિવસોમાં તેમના નાગરિકોન એલર્ટ રહેવા અને જીવનજરૂરી તેમજ કટોકટીના સમયે ઉપયોગી થાય તેવી વસ્તુઓ તૈયાર રાખવા સૂચિત કરાયા છે. જેમા બ્રિટનથી લઈને અમેરિકા સુધી લોકોની જિંદગી પર અસર પડી રહી છે. બ્રિટનમાં શહેરોમાં ખાવાપીવાની ચીજોના સ્ટોર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ પ્રકારની ચેતવણી પાછળ બહુ સ્પષ્ટ કારણ જણાવવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં AI ના સાયબર એટેકને લઈને ચિંતા ઘેરી બની છે. તો જાપાનમાં ભૂકંપની અગમચેતી ચાલી રહી છે. આ તરફ અમેરિકા કોઈ મોટા સંઘર્ષની સ્થિતિની તૈયારીની વાતો કરી રહ્યુ છે. આ ઉપરાંત નોર્વે અને જર્મનીમાં પણ વોર્નિંગ જારી કરવામાં આવી છે. કૂલ 6 દેશોમાં ઈમરજન્સી સિચ્યુએશશન માટે તૈયાર રહેવા એડવાઈઝરી જારી કરી દેવાઈ છે.

ફ્રાંસના નોરમેંડી વિસ્તારની સરકારે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગળવારે કહ્યુ, “ઈમરજન્સીની રાહ ન જુઓ, અત્યારથી તૈયારીમાં રહો.” જ્યારે યુકેના PM એ બીબીસી રેડિયો પર એક ઈન્ટરવ્યુ દરિમિયાન કહ્યુ, “મને બીન્સ એટલે કઠોલ પસંદ છે, એટલે મે મારી અલમારીમાં ઘણા બીન્સ અને સૂપ તૈયાર રાખેલા છે. મને લાગે છે કે લોકોએ પણ આવી કોઈપણ વસ્તુઓ પોતાની પાસે તૈયાર રાખવી જોઈએ.”

જાપાન મેક્સિકો અને નેધરલેન્ડે પણ 72 કલાક માટે ઈમરજન્સી કિટ તૈયાર રાખવાની એડવાઈઝરી આપી દીધી છે. અન્ય કેટલાક દેશો, જેમા સ્વીડન અને નોર્વે એ એક સપ્તાહ માટે અને જર્મનીએ 10 દિવસ સુધી ચાલે એટલુ રાશશન અને સામાન સ્ટોર કરવા જણાવ્યુ છે.

જાપાન અને બ્રિટેને તેમના નાગરિકોને કહ્યુ કે ઈમરજન્સીની સ્થિતિ માટે તૈયાર રહો, પોતાના ઘરોમાં 3 થી 4 દિવસનો જરૂરી સામાન જમા કરીને રાખો. જેમા ભોજન, પાણી, જરૂરી દવાઓ, ટોયલેટ પેપર, પાવર બેંક, બેટરી, ટોર્ચ, થોડા રોકડ નાણાં સામેલ છે. જાપાન તેના નાગરિકોને તથી 5 દિવસ માટે ભોજન, પાણી અને અન્ય ચીજો તૈયાર રાખવા કહ્યુ છે. આ સલાહ એવા સમયે આપવામાં આવી છે જ્યારે બંને દેશોની સરકારો લોકોને અચાનક આવનારી કટોકટીની સ્થિતિમાં જેમ કે કુદરતી આપદા, સાયબર હુમલા જેવા મોટા પાયે થતી વિનાશકારી ઘટનાઓ માટે વધુ સારી રીતે સજ્જ રહે તે સુનિશ્ચિત કરવા માટે તૈયારી કરી રહી છે.

જાપાન

જાપાનમાં 2જી નવેમ્બરના રોજ એક નવી આપત્તિ વ્યવસ્થાપન એજન્સી શરૂ થવા જઈ રહી છે. જાપાનના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગોશી હોસોનોએ જણાવ્યું હતું કે, આ એજન્સીની સ્થાપના થતાં જ સરકાર વિવિધ મંત્રાલયો, પ્રાંતો (પ્રેફેક્ચર્સ) અને નાગરિકોને એક તાકીદની અપીલ કરશે: “કૃપા કરીને ખાતરી કરો કે તમારી પાસે ખોરાક, સ્વચ્છતા (શૌચાલય) સુવિધાઓ, પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓનો ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ હોય. પછી ભલે બહારથી આપના સુધી કોઈ મદદ ન પહોંચે.

જાપાન રાષ્ટ્રીય સ્તરની આપત્તિઓ માટે તૈયારી કરી રહ્યુ છે. જેમા નાનકાઈ ટ્રફમાં આવનારો ભૂકંપ, રાજધાનીથી બહબર નીચે આવનારો એક મોટો ભૂકંપ, કુરિલ અને જાપાન ટ્રેંચની પાસે આવનારો એક મોટો ભૂકંપ અને માઉન્ટ ફૂઝીમાં જ્વાળામુખી ફાટવા જેવી ઘટનાઓ સામેલ છે. આપત્તિ વ્યવસ્થાપન મંત્ર હોસોનોએ કહ્યુ કે આપદા નિવારણ એજન્સી રાષ્ટ્રીય સ્તરની આવી આપત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે તેના માટે અલગ સ્તરની તૈયારી જરૂરી છે.

બ્રિટન

બ્રિટનમાં ‘Be Ready’ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત પરિવારોને કહેવાયુ છે કે તેઓ ત્રણ દિવસ સુધી પાણી, પેકિંગ ફુડ્સ, કેટલીક રોકડ, ટોર્ચ અને એક રેડિયો તમારી પાસે રાખો, PHP સોફ્ટવેરમાં આવેલી એક મોટી ખરાબીને કારણે કેટલીક સેવાઓ બાધિત થઈ ગઈ છે. અને લાખોવાર હેકિંગના પ્રયાસો થયા છે.

ત્યારબાદ બ્રિટને આ સંદેશનું પુનરાવર્તન કર્યુ છે. સરકારે જંગલની આગ (વાઇલ્ડફાયર), પ્રતિકૂળ હવામાન, સાયબર હુમલા, દુશ્મન દેશો અને સંગઠિત ગુનાખોરીને લગતા જોખમો પર પણ ભાર મૂક્યો છે. યુકેની આ સલાહ યુરોપિયન કમિશન દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન સાથે સુસંગત છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, જો કટોકટી સેવાઓ કે સરકારી સહાય ઉપલબ્ધ ન હોય, તો પણ પરિવારો ઓછામાં ઓછા થોડા દિવસો સુધી પોતાની સંભાળ જાતે રાખવા માટે સક્ષમ હોય.

અમેરિકા

અમેરિકી સંરક્ષણ વિભાગ (પેન્ટાગોન) ઈચ્છે છે કે અમેરિકી ભૂમિ પર આવેલા તેના સૈન્ય મથકો કોઈપણ બાહ્ય પુરવઠા વિના ઓછામાં ઓછા 90 દિવસ સુધી કાર્યરત રહી શકે, જેનો અર્થ એ છે કે તેમની પાસે પોતાની વીજળી, પાણી, ઈંધણ અને સંદેશાવ્યવહાર પ્રણાલીઓ હોવી આવશ્યક છે. આ પહેલને ‘ફોર્ટ્રેસ’ (FORTRESS) નામ આપવામાં આવ્યું છે. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આધુનિક યુદ્ધમાં વીજળી એ જ સૌથી મોટી તાકાત છે.

જર્મની

જર્મનીમાં દરેક 18 વર્ષના યુવકને મિલિટ્રી સર્વિસ સંબંધિત એક પ્રશ્નાવલી મોકલવામાં આવી રહી છે. જો કોઈ તેને નજરઅંદાજ કરે છે તો તેના પર 250 યુરોનો દંડ લાગી શકે છે. દંડ લગાવવાની શરૂઆત પણ થઈ ચુકી છે. તેને એક ઈમરજન્સી તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

નોર્વે

અહીં સરકારે “સંકટ અને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે આપે આ ત્રણ કામ કરવા પડશે” એવુ નિવેદન જારી કર્યુ છે. સાથે જ સેલ્ફ પ્રિપેર્ડનેસ (સ્વતૈયારી) અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. સરકારે કહ્યુ છે કે તમામ નાગરિકોને મુશ્કેલ સ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂર છે. તમારા ખોરાક પાણી અને જરૂરી સામાન તૈયાર રાખો જો કે કેટલાક દેશોમાં એડવાઈઝરીમાં ટાઈમલાઈન નક્કી નથી. ઉદાહરણ તરીકે ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, જે લોકોને ઈમરજન્સી સમયે એક કિટ તૈયાર રાખવાની સલાહ આપે છે. પરંતુ કેટલા દિવસો સુધી, તેના માટેની કોઈ ડેડલાઈન સ્પષ્ટ નથી. કેટલાક કિસ્સામાં આ સલાહ સામાન્ય કટોકટીની સ્થિતિ માટે હોય છે, જ્યારે અન્ય મામલામાં આ કોઈ ચોક્કસ જોખમ સાથે જોડાયેલી હોય છે.

અમેરિકામાં, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની વેબસાઇટ ‘Ready.gov’ પર અપાયેલી એક એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ‘તૈયાર રહેવા’નો અર્થ એ છે કે તમારી પાસે કેટલાક દિવસો સુધી ચાલે તેટલો ખોરાક, પાણી અને અન્ય આવશ્યક સામગ્રી ઉપલબ્ધ હોય. તેવી જ રીતે, કેનેડાએ પણ એક એવી ‘ઇમરજન્સી કિટ’ (આપત્તિ સમયની કિટ) તૈયાર રાખવાની સલાહ આપી છે, જે તમને 72 કલાક સુધી મદદરૂપ થઈ શકે.

યુરોપે કસી કમર

કેટલાક દેશોએ તેમના ચોક્કસ પ્રદેશોને ધ્યાનમાં રાખીને સલાહસૂચનો જારી કર્યા છે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાએ ચક્રવાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને ખોરાક, પાણી અને દવાઓ ધરાવતી એક ‘ઇમરજન્સી કિટ’ (આપત્તિ સમયની કિટ) તૈયાર રાખવાની સલાહ આપી છે. તેવી જ રીતે, દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં પરિવારોને ઓછામાં ઓછા ત્રણ દિવસ ચાલે તેટલી આવશ્યક સામગ્રીનો સંગ્રહ કરી રાખવાની સલાહ આપવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં, યુરોપમાં કટોકટી માટેની સજ્જતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. માર્ચ 2025માં, યુરોપિયન કમિશને તેની ‘પ્રિપેર્ડનેસ યુનિયન સ્ટ્રેટેજી’ જાહેર કરી. આ આયોગે જણાવ્યું હતું કે યુરોપ વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવ અને સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે, અને તેની સાથે જ આબોહવા પરિવર્તનને કારણે કુદરતી આપત્તિઓનું જોખમ પણ સતત તોળાઈ રહ્યું છે.

જો કે, સમયમર્યાદા અંગે આપવામાં આવતી એડવાઈઝરી બદલાતી રહે છે. પરંતુ કઈ વસ્તુઓનો સંગ્રહ (સ્ટોક) રાખવો જોઈએ તે અંગેની ભલામણો મોટાભાગે સમાન રહે છે. સત્તાવાળાઓ લાંબા સમય સુધી બગડે નહીં તેવા ખાદ્યપદાર્થો અને પીણાં, પાણી, દવાઓ, બેટરી, ફ્લેશલાઇટ (ટોર્ચ) અને રેડિયો સહિતની વસ્તુઓ સ્ટોક તૈયાર રાખવાની સલાહ આપે છે.

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે?

Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
g clip-path="url(#clip0_868_265)">