હવે પેટ્રોલના બદલે E100 ઈંધણથી દોડશે ગાડીઓ, સરકારે E100 ફ્યૂલની ગાડીઓનો માર્ગ કર્યો મોકળો, જાણો કઈ ગાડીઓમાં ચાલશે?
E100 Flex Fuel Vehicles: સરકારે E85 અને E100 ઈથેનોલ ફ્યુલથી ચાલતી ગાડીઓને વધારવાની દિશામાં મોટા પગલા લીધા છે. આના માટે સેન્ટ્રલ મોટર વ્હીલક રૂલ્સમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે પ્યોર ઈથેનોલથી ચાલતી ગાડીઓને મંજૂરી આપવામાં આવી છે. જો તમે તમારી કારમાં E100 ફ્યૂલ ભરાવો છો તો તમને પેટ્રોલની કિંમતો કરતા સીધો 20 રૂપિયાનો ફાયદો થશે. પરંતુ એ પહેલા તમારા માટે એ જાણવુ જરૂરી છે કે કઈ ગાડીઓમાં E100 ફ્યૂલ ચાલશે?

પેટ્રોલના ભાવ, ક્રુડ ઓઈલની અછત અને ઈંધણ માટે અન્ય દેશો પરની નિર્ભરતા વચ્ચે ઈથેનોલ સૌથી મહત્વનું બનીને બહાર આવ્યુ છે. E20 પેટ્રોલને લઈને ઘમાસાણ હજુ શાંત પણ નથી થયુ કે હવે સરકારે E-85 અને E100 ફ્યુલથી ચાલતી ગાડીઓ માટેનો માર્ગ ક્લિયર કરી દીધો છે. મતલબ કે આવનારા સમયમાં ગાડીઓના એન્જિન પ્યોર કે બ્લેંડેડ પેટ્રોલના બદલે લગભગ સંપૂર્ણપણે ઈથેનોલના ભરોસે દોડી શકે છે. પરંતુ હજુ એક પેંચ ફસાયેલો છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે તમે તમારી પાસે હાલ જે કોઈપણ કંપનીની પેટ્રોલ કાર છે તેમાં E100 ભરાવી લેશો. આવુ નહીં થઈ શકે. E100 માત્ર એ ગાડીઓમાં જ ચાલશે જેને આ ફ્યુલ માટે ખાસ પ્રકારે ડિઝાઈન કરાઈ છે. આવો જાણીએ કે સરકારના આ નિર્ણયથી શું શું બદલાશે? સરકારે E85 અને E100 ઈથેનોલ ફ્યૂલ થી ચાલતી ગાડીઓને વધારવા...
