ઈતિહાસ
ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.
ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.
વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.
આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.
Read MoreVaghela Surname History : શંકરસિંહ વાઘેલાની અટક પાછળ છુપાયેલો છે સદીઓ જૂનો ઈતિહાસ, જાણો રાજવંશની આખી કહાની!
વાઘેલા વંશ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય છે. 13મી સદી દરમિયાન ધોળકાને કેન્દ્ર બનાવી, સોલંકી સામંતો તરીકે ઉદય પામી, તેમણે ગુજરાતની સત્તા સંભાળી. લવણપ્રસાદ અને વિરધવલ જેવા શાસકોએ રાજકીય તાકાત મજબૂત કરી. તેમના શાસનમાં કલા, સંસ્કૃતિ અને જૈન ધર્મને પ્રોત્સાહન મળ્યું. કર્ણદેવ વાઘેલાના પરાજય સાથે આ રાજવંશનો અંત આવ્યો.
- Hasmukh Ramani
- Updated on: Oct 5, 2026
- 1:22 pm
આ ગુજરાતી ટ્રેડરના કારણે વાસ્કો દ ગામા પહોંચ્યો ‘ભારત’, લેખક અમિશ ત્રિપાઠીનો ‘મોટો દાવો’
અમેરિકી લેખક માર્ક ટ્વેઇને એક વાર કહ્યું હતું, "ઇતિહાસ આપણને ભૂતકાળ સમજાવે છે પણ જો એ ઇતિહાસ સાચો લખાયો હોય તો જ." આપણા દેશમાં દાયકાઓથી શાળાના પાઠ્યપુસ્તકોમાં એક વાત સતત ભણાવવામાં આવે છે કે, "વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હતી" અથવા "તેણે ભારત સુધીના દરિયાઈ માર્ગની શોધ કરી હતી." હવે શું આ વાત ખરેખર સત્ય છે? શું વર્ષ 1498 પહેલાં ભારત અસ્તિત્વમાં જ નહોતું કે આપણી પાસે સમુદ્ર ઓળંગવાની ટેકનોલોજી નહોતી?
- TV9 Gujarati
- Updated on: Oct 3, 2026
- 7:35 pm
બાપુએ કેમ લીધા હતા મહારાજા માધવરાવ સિંધિયા પાસેથી 25 લાખ રૂપિયા?
ડૉ. રાણાએ વર્ણન કર્યું કે 8 ફેબ્રુઆરી, 1921ના રોજ મહાત્મા ગાંધીએ ગોરખપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તે સમય અસહકાર આંદોલનનો ચરમસીમાનો કાળ હતો અને દેશભરમાં 'રાષ્ટ્રીય સ્વયંસેવકો'નું એક મજબૂત નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સંગઠન માત્ર સ્વતંત્રતા સંગ્રામ માટે જનતાને એકત્રિત કરી રહ્યું ન હતું
- Devankashi rana
- Updated on: Oct 2, 2026
- 2:31 pm
ભારતનું બંધારણ We, the People થી શા માટે શરૂ થાય છે ? તેનો જવાબ તમને આશ્ચર્યચકિત કરી દેશે, જાણો
ભારતનું બંધારણ "અમે, ભારતના લોકો" (We, the People) થી શા માટે શરૂ થાય છે? આજની કોલમમાં, સંતોષ નાયર આ ચાર શબ્દો પાછળનો અર્થ, બંધારણ સભાનો ઇતિહાસ અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તથા બંધુત્વના એ સંકલ્પની ચર્ચા કરે છે. જે ભારતની લોકશાહીને સતત ઘડી રહ્યા છે.
- Santosh Nair
- Updated on: Sep 21, 2026
- 2:19 pm
Breaking News : ભારતની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે?
જો કોઈ ખાનગી નાગરિકની જમીન ચોક્કસ કાનૂની શરતો હેઠળ પાછી મેળવી શકાતી હોય અને જો નદીઓ કે જંગલો ક્યારેય કોઈની ખાનગી મિલકત નહોતી, તો આખરે ભારતની માલિકી કોની પાસે છે? જાણો ભારતનો માલિક કોણ છે?
- Santosh Nair
- Updated on: Sep 20, 2026
- 2:06 pm
‘અમે, ભારતના લોકો…’ વર્ષ 1949નું વચન કે વર્ષ 1952ની વાસ્તવિકતા? જાણો બંધારણ સભાનો ‘રોચક ઇતિહાસ’
ભારતના બંધારણનું ઘડતર કરતી વખતે "અમે, ભારતના લોકો" શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે દેશનું લોકશાહી માળખું અને ચૂંટણી પ્રક્રિયા આજના જેટલી વ્યાપક કે સમાવેશી નહોતી. બીજું કે, જે બંધારણ સભાએ દેશના ભવિષ્યનો પાયો નાખ્યો, તેની પસંદગી કેવી રીતે થઈ હતી અને તેમાં નાગરિકોની ભાગીદારી કેટલી હતી, તે સમજવું ભારતની લોકશાહી યાત્રાને સમજવા માટે અત્યંત જરૂરી છે.
- Santosh Nair
- Updated on: Sep 19, 2026
- 1:18 pm
ભારતમાં આટલી બધી ભાષાઓ કેમ? વસ્તીગણતરીના આંકડા અને ભૂગોળ પાછળ છુપાયેલી અનોખી વાર્તા
એક જ દેશ અને એક જ સવાલના 20,000 જવાબો... વિચારો જ્યારે આખી દુનિયા એમ માનતી હતી કે, ભારતમાં બસ થોડીક જ ભાષાઓ છે, ત્યારે વસ્તીગણતરીના એક જ ફોર્મે અધિકારીઓના પણ હોશ ઉડાવી દીધા. આખરે એવું તો શું છે, ભારતના ભૂગોળ, તેના સદીઓ જૂના ઇતિહાસ અને આઝાદી પછી લેવાયેલા એક ગુપ્ત દાવમાં... જેણે આ દેશને ટુકડા થવાથી બચાવ્યો અને આજે પણ દરેક સીમા પાર કરતા જ અવાજ બદલી નાખે છે?
- Santosh Nair
- Updated on: Sep 16, 2026
- 2:42 pm
દેશના કયા મંદિરોમાં પ્રસાદ તરીકે ચઢે છે ‘નોનવેજ’? દેવી-દેવતાઓને કેમ ધરાવાય છે ‘ચિકન અને મટનનો ભોગ’?
સામાન્ય રીતે આપણે મંદિરોમાં ફળ, મીઠાઈ કે પંજીરીનો પ્રસાદ જોતા હોઈએ છીએ. હવે આ બધા વચ્ચે શું તમે જાણો છો કે, આપણા જ દેશમાં કેટલાક એવા પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિરો પણ છે કે, જ્યાં ભગવાનને નોનવેજ એટલે કે માંસાહારી ભોગ ચઢાવવાની સદીઓ જૂની પરંપરા છે? આ મંદિરોમાં બલી ચઢાવ્યા બાદ અથવા વિશેષ પૂજા પછી ચિકન, મટન કે માછલીનો ભોગ દેવી-દેવતાઓને અર્પણ કરાય છે અને ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
- Ravi Prajapati
- Updated on: Sep 18, 2026
- 12:02 pm
BRICS Summit 2026 : માત્ર એક રિસર્ચ પેપરથી શરૂ થયેલું સંગઠન કેવી રીતે બન્યું 11 દેશોનું મહાગ્રુપ ? જાણો રસપ્રદ ઈતિહાસ
નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મું બ્રિક્સ સંમેલન યોજાઈ રહ્યું છે. વર્ષ 2001માં અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલ દ્વારા શરૂ થયેલા એક વિચારથી લઈને 2026 સુધીમાં 11 પૂર્ણ સભ્યો અને 10 પાર્ટનર દેશો સુધી વિસ્તરેલા BRICS સંગઠનની રોમાંચક સફર અને મહત્વ વિશે વિગતવાર જાણો.
- Sachin Agrawal
- Updated on: Sep 10, 2026
- 6:39 pm
શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?
હાલ આ સવાલ એટલા માટે કારણ કે અભિનેત્રી(?) સ્વરા ભાસ્કર કહે છે કે ફિલ્મ 'પદ્માવત' માં ફિલ્માવાયેલો 'જૌહર સીન' આજની રેપ સર્વાઈવલ્સને એ સંદેશ આપી રહ્યો છે કે જો તમારે ઈજ્જત બચાવવી છે તો જીવ આપી દેવો જોઈએ. એવુ નથી કે સ્વરા ભાસ્કરે આવુ પહેલીવાર કહ્યુ હોય. વર્ષ 2018માં પણ સ્વરાએ આ વાત કરી હતી. સ્વરાએ આ વાત છેડ્યા બાદ વિવાદ તો થવાનું નક્કી જ હતુ અને થયો પણ. એકતરફ કરોડો લોકો કહી રહ્યા છે કે અમારા ઘરમાં દાદી-નાનીઓ આજે પણ જણાવે છે કે રાણીએ વિરતાની પરાકાષ્ટાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. તેમણે અગ્નિ સ્નાન કરવાનું પસંદ કર્યુ પરંતુ ગુલામી નહોંતી સ્વીકારી.
- Mina Pandya
- Updated on: Sep 5, 2026
- 3:57 pm
Mandanna Surname History : રશ્મિકા મંદાનાની અટકનો રહસ્યમય ઇતિહાસ, કોડવા સમુદાયથી રાષ્ટ્રીય ઓળખ સુધી
Mandanna અટકનો કર્ણાટકના કોડાગુ (કુર્ગ) પ્રદેશ અને કોડવા સમુદાય સાથેના તેના ઐતિહાસિક સંબંધો, અર્થ અને ઉત્પત્તિ પર પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે કેવી રીતે આ દુર્લભ અટક પેઢીઓથી ચાલી આવે છે અને અભિનેત્રી રશ્મિકા Mandanna દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી છે, જે કોડવા સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે.
- Hasmukh Ramani
- Updated on: Aug 22, 2026
- 12:32 pm
Doval Surname History : અજીત ડોભાલની અટક ‘Doval’ નું મૂળ ક્યાં? ગઢવાલ સાથે જોડાયેલ રસપ્રદ ઇતિહાસ
ડોભાલ અટક મુખ્યત્વે ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશ સાથે જોડાયેલી છે. આ અટકનો ચોક્કસ શાબ્દિક અર્થ સ્પષ્ટ નથી, પરંતુ તે સ્થાનિક કુટુંબ કે પ્રદેશની ઓળખમાંથી વિકસી હોવાનું મનાય છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ અટક ધરાવે છે. ડોભાલ અટક ગઢવાલના ઐતિહાસિક અને સામાજિક મૂળની એક મહત્વપૂર્ણ પ્રાદેશિક ઓળખ દર્શાવે છે.
- Hasmukh Ramani
- Updated on: Aug 25, 2026
- 4:08 pm
ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ
ભારતના ઐતિહાસિક વારસામાં એક એવું શહેર શામેલ છે જે એક સમયે 'દરવાજાઓનું શહેર' તરીકે જાણીતું હતું. એવું કહેવાય છે કે શહેરમાં વિવિધ દિશાઓથી પ્રવેશ માટે 52 વિશાળ દરવાજા બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા આજે પણ ઇતિહાસના સાક્ષી તરીકે ઉભા છે. ઐતિહાસિક દરવાજા પાછળની સાચી વાર્તા શું છે? ચાલો જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Aug 16, 2026
- 9:45 pm
સુહાગરાતની પરંપરા ક્યાંથી શરૂ થઈ ? જાણો લગ્નની પહેલી રાતનો રસપ્રદ ઇતિહાસ અને અલગ-અલગ રાજ્યોના રિવાજો
લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાતનો રિવાજ ક્યારથી શરૂ થયો અને તેનો ઇતિહાસ શું છે? જાણો દેશના વિવિધ રાજ્યોમાં આ પરંપરાને કયા નામે ઓળખવામાં આવે છે.
- Sachin Agrawal
- Updated on: Sep 22, 2026
- 4:33 pm
1947માં લાલ કિલ્લા પર નહીં, પણ અહીં ફરકાવવામાં આવ્યો હતો ત્રિરંગો ! તો હવે લાલ કિલ્લા પર જ કેમ ?
શું તમે જાણો છો કે લાલ કિલ્લો જે હવે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પર્યાય છે તે સ્થળ પર સૌથી પહેલા ત્રિરંગો ફરકાવવામાં આવ્યો જ ન હતો. 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા દિવસે જાહેરમાં પહેલી વખત ત્રિરંગો ફરકાવવામાં આવ્યો પણ તે સ્થળ કયુ હતુ
- Devankashi rana
- Updated on: Aug 15, 2026
- 8:30 am